ગુજરાત પોલીસ અન્ય રાજ્યોમાંથી આવતા વ્યક્તિઓને ગુનો આચરતા પહેલા રોકશે, જાણો કેવી રીતે
- ક્રાઇમ બ્રાન્ચને એડવાન્સ ટેકનોલોજીથી સજ્જ કરવા એક એપ્લિકેશન તૈયાર કરવામાં આવી
- હોટેલ, કારખાનાં, ફેક્ટરી, મિલોમાં કામ કરી રહેલા કર્મીઓની માહિતી એપ મારફ્તે એકત્રિત કરાશે
- બહારના રાજ્ય કે શહેરમાંથી આવેલી વ્યક્તિની નોંધણી પોલીસમાં કરાવવી ફરજિયાત
ગુજરાત પોલીસ અન્ય રાજ્યોમાંથી આવતા વ્યક્તિઓને ગુનો આચરતા પહેલા રોકશે. જેમાં અમદાવાદમાં પરપ્રાંતીયોની માહિતી એકત્રિત કરવાની એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. શહેર પોલીસનો પાયલોટ પ્રોજેક્ટ ટૂંક સમયમાં શરૂ થશે જેમાં નામકરણ જ બાકી છે. એપ્લિકેશન પોલીસની ગુજકોપ એપ્લિકેશન સાથે પણ કનેક્ટેડ રહેશે.
આ પણ વાંચો: દેશમાં કેટલાક ચોક્કસ પ્રકારની ગોલ્ડ જ્વેલરી અને આર્ટિકલ્સ પર પ્રતિબંધ
ક્રાઇમ બ્રાન્ચને એડવાન્સ ટેકનોલોજીથી સજ્જ કરવા એક એપ્લિકેશન તૈયાર કરવામાં આવી
શહેરમાં બહારના રાજ્યોમાંથી કામ કરવા આવતા પરપ્રાંતીયોની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે. તેમજ બહાર રાજ્યના લોકો આવીને ગુનો આચરીને પરત પોતાના રાજ્ય કે અન્ય રાજ્યમાં નાસી જાય છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચને એડવાન્સ ટેકનોલોજીથી સજ્જ કરવા એક એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે, જેમાં બહારના રાજ્યોમાંથી આવેલી વ્યક્તિઓની માહિતી આ એપ્લિકેશનમાં એકત્રિત કરાશે, જેમાં શહેરમાં આવેલી હોટેલ, કારખાનાં, ફેક્ટરી, મિલો તેમજ અન્ય જગ્યાઓ પર કામ કરી રહેલા કર્મીઓની માહિતી આ એપ મારફ્તે એકત્રિત કરાશે.
આ પણ વાંચો: ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર: બિપોરજોયથી થયેલા નુકસાનનું વળતર ટૂંક સમયમાં ચૂકવાશે
બહારના રાજ્ય કે શહેરમાંથી આવેલી વ્યક્તિની નોંધણી પોલીસમાં કરાવવી ફરજિયાત
સામાન્ય રીતે બહારના રાજ્ય કે શહેરમાંથી આવેલી વ્યક્તિની નોંધણી પોલીસમાં કરાવવી ફરજિયાત હોય છે. તેમજ બહારના રાજ્ય કે શહેરમાં કોઇ આરોપી ગુનો આચરીને આવ્યો શહેરમાં આવ્યો હશે અને જે-તે રાજ્ય કે શહેરમાં તેની નોધણી કરાવાશે તો એપ મારફ્તે રેકોર્ડમાં બતાવશે કે, આ આરોપી અગાઉ આ જગ્યા પર ગુનો આચર્યો છે. તેના આધારે પોલીસ તેની ધરપકડ કરીને કાર્યવાહી કરી શકશે. આ એપ ગુજકોપ એપ્લિકેશન સાથે કનેક્ટેડ રખાશે. આ એપમાં બહારના રાજ્યોના કે શહેરના આરોપી ક્યાં રહેતો હતો. શું કરતો હતો તે માહિતી સમાવેશ થશે.