ગુજરાત પોલીસ હવે ગુનાના સ્થળ પરથી ઈ-પંચનામુ સીધું કોર્ટમાં મોકલશે
- કોઈપણ ગુનામાં પંચનામું સીધું જ કોર્ટમાં જમા થાય તેવી ઍપ્લિકેશન
- બે પંચના ફોટોગ્રાફ, નામ-સરનામા સહિતની વિગતો ઍપ્લિકેશનમાં અપલોડ કરવાની
- પોલીસ અમલદારોને મોબાઇલ ફોનમાં ઈ-સાક્ષ્ય ઍપ્લિકેશન ડાઉનલોડ કરાશે
ગુજરાત પોલીસ હવે ઓનલાઇન એફઆઇઆર નોંધે છે. જેમાં હવે કોઈપણ ગુનામાં પંચનામું સીધું જ કોર્ટમાં જમા થાય તેવી ઍપ્લિકેશન ગુજરાતમાં અમલી બની છે. રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોમાં જેમને ગુનાની તપાસ કરવાની સત્તા છે તેવા પોલીસ અમલદારોને તેમના મોબાઇલ ફોનમાં ઈ-સાક્ષ્ય ઍપ્લિકેશન ડાઉનલોડ કરાવવામાં આવી છે.
ઍપ્લિકેશનના આરંભે જ સર્જાયેલી અમુક સમસ્યા ઉકેલાય તેમ પોલીસ ઇચ્છે છે
સાક્ષ્ય નામની આ ઍપ્લિકેશનથી ગુનાના સ્થળ ઉપર પોલીસ દ્વારા કરવામાં આવતું પંચનામુ સીઘું જ કોર્ટમાં જમા થાય છે. જો કે, ઍપ્લિકેશનના આરંભે જ સર્જાયેલી અમુક સમસ્યા ઉકેલાય તેમ પોલીસ ઇચ્છે છે. નવા કાયદા અમલમાં આવ્યા તે સાથે ઈ-સાક્ષ્ય ઍપ્લિકેશન આવી છે તેમાં તપાસનીશ પોલીસ કર્મચારી, અધિકારીએ સાક્ષી, પંચનામું, જડતી કાર્યવાહીની વીડિયોગ્રાફી પોતાના મોબાઇલ ફોનથી કરી આ ઍપ્લિકેશન ઉપર સ્થળ ઉપરથી લાઇવ જ મોકલી આપવાની રહે છે.
બે પંચના ફોટોગ્રાફ, નામ-સરનામા સહિતની વિગતો ઍપ્લિકેશનમાં અપલોડ કરવાની
તપાસનીશ પોલીસ કર્મચારીએ પોતાની સેલ્ફી, ફરિયાદીનો ફોટોગ્રાફ, બે પંચના ફોટોગ્રાફ, નામ-સરનામા સહિતની વિગતો આ ઍપ્લિકેશનમાં અપલોડ કરવાની રહે છે. જે સ્થળે ઘટના બની હોય તે સ્થળની વીડિયોગ્રાફી પણ મોબાઇલ ફોન ઉપર ડાઉનલોડ કરેલી ઍપ્લિકેશનમાં તપાસનીશે અપલોડ કરવાનું ગત જુલાઈ મહિનાથી ફરજિયાત બનાવાયું છે.
આ પણ વાંચો: GASના 9 અધિકારીઓને બઢતી આપવાનો ગુજરાત સરકારનો નિર્ણય