જિલ્લામાંથી વ્યાજખોરીના દૂષણને ડામવા જિલ્લા પોલીસ ફરીવાર લોક દરબાર કરશે. જેમાં 27 જાન્યુઆરીએ જિલ્લામાં એક સાથે 29 સ્થળે લોક દરબાર યોજાશે. તેમજ 54 લોક દરબારમાં 23 વ્યાજખોરો સામે 19 ફરિયાદો નોંધાઈ છે. તથા સુરેન્દ્રનગરમાં વ્યાજખોરી ડામવા પોલીસ દ્વારા લોક દરબારનું આયોજન કરાશે.
આ પણ વાંચો: ભારતના ઉદ્યોગોનો કારોબાર 12 ગણો વધ્યો: પીયૂષ ગોયલ
23 વ્યાજખોરો સામે 19 ફરિયાદો નોંધી
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરીના દુષણને ડામવા માટે જિલ્લા પોલીસ દ્વારા તા. 27ના રોજ 29 સ્થળે એક સાથે લોક દરબારનું આયોજન કરાયુ છે. અત્યાર સુધી યોજાયેલા 54 લોક દરબારમાં સામે આવેલી વિગતો પરથી 23 વ્યાજખોરો સામે 19 ફરિયાદો નોંધી તેઓની ધરપકડ કરવામાં આવી છે.
તા. 27 જાન્યુઆરીના રોજ લોક દરબાર યોજવામાં આવશે
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વિભાગ દ્વારા જિલ્લાના ત્રણ ડીવીઝન વાઈઝ વ્યાજખોરીના દુષણને ડામવા લોક દરબાર યોજાયા હતા. ત્યાર બાદ તા. 12 જાન્યુઆરીએ 19 સ્થળે એક સાથે લોક દરબાર યોજાયો હતો. વ્યાજખોરીના દુષણને જિલ્લામાંથી જાકારો આપવા માટે અત્યાર સુધીમાં 54 લોક દરબારનું આયોજન પોલીસ દ્વારા કરાયું છે. જેમાં ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકે 13, જોરાવરનગર પોલીસ મથકે 2 અને ચુડા, સાયલા, બી ડિવીઝન પોલીસ મથક સુરેન્દ્રનગર અને પાટડી પોલીસ મથકે 1-1 સહીત કુલ 19 ફરીયાદો વ્યાજખોરો સામે નોંધાઈ છે. જેમાં 23 વ્યાજખોરોને ઝડપી પણ લેવાયા છે. ત્યારે હજુ પણ વ્યાજખોરીનો ભોગ બનેલા લોકો સામે આવે અને આ દુષણને ડામી શકાય તે માટે રેંજ આઈ.જી. અશોકકુમાર યાદવની સુચનાથી જિલ્લા પોલીસ વડા હરેશ દુધાત દ્વારા ફરી તા. 27 જાન્યુઆરીના રોજ લોક દરબાર યોજવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો: ગુજરાત પ્રદેશ ભાજપની કારોબારીમાં આગામી ચૂંટણી માટે સી.આર.પાટિલે બનાવ્યો માસ્ટર પ્લાન
સરકાર અને બેંક તરફથી મળતી વિવિધ લોન વિશે માહીતી આપશે
તા. 27ના રોજ જિલ્લામાં એક સાથે 29 સ્થળોએ સવારે 11 થી 1 દરમિયાન લોક દરબાર યોજાશે. જેમાં પોલીસ અધીક્ષક હરેશ દુધાત મુળી તાલુકાના સરા ગામે, ધ્રાંગધ્રા ડીવાયએસપી જે.ડી.પુરોહીત દસાડા તાલુકાના જૈનાબાદ ગામે, ડીવાયએસપી એચ.પી.દોશી વઢવાણ તાલુકાના વસ્તડી ગામે, લીંબડી ડીવાયએસપી સી.પી.મુંધવા સાયલા તાલુકાના સુદામડા ગામે હાજર રહેશે. લોક દરબારમાં બેંકના કર્મીઓ અને રેવન્યુ વિભાગના અધીકારીઓ પણ હાજર રહી લોકોને સરકાર અને બેંક તરફથી મળતી વિવિધ લોન વિશે માહીતી આપશે.