ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત પોલીસ ભરતીની શારીરિક કસોટી શરૂ, જાણો કેટલા ઉમેદવાર આવશે

Text To Speech
  • બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર અને લોકરક્ષક કેડરની ભરતી
  • માજી સૈનિક ઉમેદવારોની તા.28/01/2025 અને તા.29/01/2025
  • પુરુષ/મહિલાની 12000 જગ્યાઓ મળી કુલ-12472 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ગુજરાત પોલીસ દળમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેકટર અને લોકરક્ષક કેડર વર્ગ-3નીજગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની શારીરિક કસોટી તારીખ 8 જાન્યુઆરીથી 1લી માર્ચ સુધી યોજાશે.

પુરુષ/મહિલાની 12000 જગ્યાઓ મળી કુલ-12472 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા

આ ભરતીમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર(પુરુષ/મહિલા)ની 472 જગ્યા અને લોકરક્ષક કેડર (બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ/ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ/ એસ.આર.પી.એફ./ જેલ સિપાહી) પુરુષ/મહિલાની 12000 જગ્યાઓ મળી કુલ-12472 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા કરવામાં આવશે.

બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર અને લોકરક્ષક કેડરની ભરતી

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેરાત ક્રમાંક: GPRB/202324/1 ભરતી પ્રક્રિયા અંતર્ગત બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર અને લોકરક્ષક કેડરના કન્ફર્મ થયેલ કુલ 10,73,786 ઉમેદવારોને રાજ્યના નિર્ધારિત 15 (પંદર) શહેર/જિલ્લા/SRP જૂથ/યુનિટના પરીક્ષા કેન્દ્રો (ગ્રાઉન્ડ) ખાતે શારીરિક ક્ષમતા કસોટી Physical Efficiency Test (PET) અને શારીરિક માપ કસોટી (PST) માટે બોલાવવામાં આવેલ છે.

માજી સૈનિક ઉમેદવારોની તા.28/01/2025 અને તા.29/01/2025

આ ઉપરાંત, 4 (ચાર) ગ્રાઉન્ડ ખાતે મહિલા તથા માજી સૈનિક ઉમેદવારો માટે (તા.08/01/2025થી તા.29/01/2025 દરમ્યાન ફકત પો. સ. ઇ. તથા પો. સ. ઇ. અને લોકરક્ષક કેડર (બોથ) તેમજ તા.01/02/2025થી તા.01/03/2025 દરમ્યાન ફકત લોકરક્ષક) માજી સૈનિક ઉમેદવારોની તા.28/01/2025 અને તા.29/01/2025 થશે.

ગ્રાઉન્ડના સુપરવિઝન અધિકારી તરીકે DIGP/IGP કક્ષાના અધિકારીની નિમણૂક

ભરતી દરમિયાન દરેક ગ્રાઉન્ડ ઇન્ચાર્જ તરીકે પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારી અને તેઓની સાથે મદદમાં કુલ-96 DYSP, PI, PSI, HC/PCની નિમણૂક કરવામાં આવેલ છે. આ ઉપરાંત દરેક ગ્રાઉન્ડના સુપરવિઝન અધિકારી તરીકે DIGP/IGP કક્ષાના અધિકારીની નિમણૂક કરવામાં આવેલ છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં આગામી બે દિવસ તાપમાન ગગડશે, જાણો અમદાવાદમાં ઠંડીની આગાહી 

Back to top button