ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ વિભાગમાં મોટા ફેરફાર, 254 PIને પોસ્ટિંગ

Police PI Transfer in Gujarat: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ વિભાગમાં મોટાપાયે વહીવટી ફેરફારો કરવામાં આવ્યા છે. રાજ્ય પોલીસ વડા ડો. કે. એલ. એન. રાવ દ્વારા પોલીસમાં બદલીના હુકમો કરવામાં આવ્યા છે.

254 જેટલા PIને એકસાથે પોસ્ટિંગ

ગુજરાતમાં પોલીસમાં મોટા પાયે ફેરફાર જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં 254 જેટલા PIને એકસાથે પોસ્ટિંગ આપવામાં આવ્યા છે. આ તમામ અધિકારીઓ અગાઉ PSI તરીકે ફરજ બજાવતા હતા અને તાજેતરમાં તેમને PI તરીકે બઢતી આપવામાં આવી હતી. પ્રમોશન બાદ આજે તમામને સત્તાવાર રીતે વિવિધ પોલીસ સ્ટેશનોમાં તેમની નિમણૂક કરવામાં આવી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાના પ્રયાસ

છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં 650થી વધુ પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલીઓ થવાની ચર્ચા ચાલી રહી હતી. આ વચ્ચે 254 PIને એકસાથે પોસ્ટિંગ આપવાનો નિર્ણય મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. આ વહીવટી પગલાંને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે.

PSIને PI તરીકે બઢતી આપી હતી

અગાઉ પ્રમોશન બાદ પણ 13 મહિનાથી એ જ જગ્યાએ ફરજ બજાવતા હતા, હવે આ તમામ PIની બદલી કરવામાં આવી છે. નોંધનયી છે કે, ગુજરાતના પોલીસ વડા દ્વારા વર્ષ 2013 અને વર્ષ 2016ની બેચના PSIને PI તરીકે બઢતી આપી હતી, જેઓની આજે બદલીઓ કરવામાં આવી છે. જે જગ્યાએ પ્રમોશન આપવામાં આવ્યું હતું તે જગ્યાએ પોસ્ટિંગ કરવાનો હુંકમ કરવામાં આવ્યો છે. પોલીસ વડા દ્વારા આજે પોલીસ ઈન્સપેક્ટર (PI) તરીકે સત્તાવાર રીતે તમામને જે તે જિલ્લા અને શહેરમાં પીઆઇ તરીકે નિમણૂક આપી છે.

જુઓ લિસ્ટ – Gujarat 254 PI transfer

સેન્ટર ઓફ એક્સેલન્સમાં 17 PIની નિમણૂક કરવામાં આવી

સાયબર ક્રાઇમના વધતા કેસોને ધ્યાનમાં રાખીને સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સમાં 17 PIની નિમણૂક કરવામાં આવી છે. સાથે સાથે CID ક્રાઇમના વિવિધ વિભાગોમાં 40થી વધુ PIને મુકવામાં આવ્યા છે. કુલ 254માંથી 60થી વધુ અધિકારીઓને વિશેષ શાખાઓમાં પોસ્ટિંગ અપાઈ છે, જ્યારે બાકીના PIને રાજ્યના જુદા જુદા જિલ્લા અને શહેરોમાં ફરજ સોંપવામાં આવી છે.

બિન હથિયારધારી પીઆઈની પણ સાગમટે બદલી

આજે સવારે બઢતી મળેલા 254ની પીઆઈને પોસ્ટિંગની નિમણૂક કર્યા બાદ હવે રાજ્યભરના બિન હથિયારધારી 518 પોલીસ ઇન્સ્પેક્ટરની (PI)સાગમટે બદલીનો ઓર્ડર જાહેર કરવામાં આવ્યો છે. પોલીસ વડા દ્વારા બદલીનો આદેશ છુટતા જ વિભાગમાં ફફડાટ વ્યાપી ગયો છે. ત્રણ વર્ષથી વધુ સમય સુધી એક જ પોલીસ સ્ટેશન અને શહેર- જિલ્લામાં ફરજ બજાવનારા પોલીસ ઇન્સ્પેક્ટરની ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે.

જુઓ લિસ્ટ – Gujarat 518 PI transfer

આ પણ વાંચો : મહિલાએ 13 રૂપિયાના ચક્કરમાં 25,00,000 ગુમાવ્યા, તમે આવી ભૂલ ન કરતા

Back to top button