ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત: પોલીસ કર્મચારીઓએ બૂટલેગરોની ગુલામી કરી પોલીસ વિભાગ સાથે ગદ્દારી કરી

Text To Speech

ગુજરાતમાં SMCના પોલીસ અધિકારીઓના જાસૂસી કાંડમાં તપાસનો દોર વડોદરા સુધી પહોંચ્યો છે. જેમાં બૂટલેગરોની ગુલામી કરી પોતાનાં જ પોલીસ વિભાગ સાથે ગદ્દારી કરી છે. અધિકારીઓનાં લોકેશન વડોદરાનાં કુખ્યાત બૂટલેગર પરેશ ચૌહાણ ઉર્ફે ચકાને આપતા હતાં. તથા ભરૂચના કોન્સ્ટેબલો વડોદરાનાં બુટલેગરને પણ લોકેશન પહોંચાડતા હતા.

આ પણ વાંચો: ગુજરાતમાં નવા શૈક્ષણિક વર્ષથી વૈદિક ગણિત મામલે લેવાયો મોટો નિર્ણય

સનસનીખેજ પ્રકરણમાં એક બૂટલેગરનું નામ ખુલ્યું

ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં બે પોલીસ કોન્સ્ટેબલો મયુર ખુમાણ અને અશોક સોલંકી સ્ટેટ મોનીટરીંગ સેલનાં 15 અધિકારીઓની જાસુસી કરી તેમના મોબાઇલ લોકેશન બૂટલેગરો સુધી પહોંચાડતા હોવાના સનસનીખેજ પ્રકરણમાં એક બૂટલેગરનું નામ ખુલ્યું છે.

પોલીસ કૉન્સ્ટેબલોએ તેમના નિવેદનમાં કબૂલ કર્યું

બૂટલેગરોનાં દારૂથી ભરેલા વાહનોને સેઇફ એન્ટ્રી કરાવવા અને દારૂ પકડવા માટે જાનના જોખમે નીકળતાં કૉન્સ્ટેબલ પોલીસ અધિકારીઓની રેડને નિષ્ફળ બનાવવા માટે પોલીસની જાસુસી કરી રહેલાં બે સસ્પેન્ડેડ પોલીસ કૉન્સ્ટેબલોએ તેમના નિવેદનમાં કબૂલ કરતાં જણાવ્યું છે કે, તેઓ એસ.એમ.સી.નાં 15 અધિકારીઓનાં લૉકેશન વડોદરાનાં કુખ્યાત બૂટલેગર પરેશ ચૌહાણ ઉર્ફે ચકાને આપતા હતાં.

બૂટલેગર પાસેથી તગડા હપ્તા લેતા

બૂટલેગરોની ગુલામી કરી પોતાનાં જ પોલીસ વિભાગ સાથે ગદ્દારી કરી રહેલાં પોલીસ કૉન્સ્ટેબલો લોકેશન આપવા બદલ બૂટલેગર પાસેથી તગડા હપ્તા લેતા હોવાની માહિતી મળી રહી છે. દરમિયાન છેલ્લા દોઢ- બે વર્ષથી આ જાસુસી કાંડ ચાલતુ હોવાથી જિલ્લા પોલીસ વડાએ આ સમયગાળા દરમિયાન એલસીબી પોલીસ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવી ચુકેલા અધિકારીઓને બોલાવી તેમનાં નિવેદનો પણ લેવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

Back to top button