છેલ્લા થોડાં દિવસથી ગુજરાત પોલીસ બેડામાં કરાઇ ઘોડેસવારી ટ્રેનિંગ કેમ્પ અંગે નવા નવા ખુલાસા સામે આવી રહ્યા છે. અગાઉ અમદાવાદમાં ઘોડેસવારીની ટ્રેનિંગના કારણે 6 IPS અધિકારીઓના નામની ચર્ચા થઈ હતી અને તેમને હનીટ્રેપમાં ફસાવ્યા હતા, જ્યારે હવે એવું જાણવા મળી રહ્યું છેકે, આ રૂપસુંદરીના જાળમાં માત્ર IPS જ નહીં, ACP, PI, PSI થી લઈ નિવૃત્ત અધિકારી પણ ફસાયા હતા.
શું હતી ઘટના
આ ઘટના અંગે અગાઉ પણ જણાવ્યું હતું તેમ કરાઇ એકેડમીમાં ઘોડેસવારીની ટ્રેનિંગ માટે આવતી મધ્યપ્રદેશના ઈન્દોરની યુવતીના ઘોડેસવારીની ટ્રેનિંગ દરમ્યાન છ IPS તેના સંપર્કમાં આવ્યા હતા. ત્યાર બાદ આ યુવતીએ IPS અધિકારીઓ સાથે વાતચીત કરીને વોટ્સએપ પર ઉત્તેજક ફોટો મોકલતી હતી. આ દરમિયાન IPS અધિકારીઓ સૌંદર્યમાં ફસાયા અને હનીટ્રેપમાં ફસાયા હતા.
આ પણ વાંચો : હની ટ્રેપ ભાગ-1 : ગુજરાતના 6 IPS અધિકારીઓ ફસાયા હની ટ્રેપની જાળમાં
જ્યારે હવે આ મામલે એવી વિગતો સામે આવી રહી છે કે માત્ર IPS જ નહીં પણ રૂપસુંદરી સાથે પોતાની લોકપ્રિયતા વધારવા અને સોશિયલ મીડિયામાં ફોટો-પોસ્ટ પર કમેન્ટ માટે અધિકારીઓની ખ્વાહિશના પગલે ACP, PI, PSI થી લઈ નિવૃત્ત અધિકારી પણ મોહજાળમાં ફસાયા હતા. તેમજ તેઓ પણ હની ટ્રેપનો શિકાર બન્યા હોવાની વિગતો મળી રહી છે.
તેમજ કેટલાંક અધિકારીઓ લાંબા સમય સુધી આ યુવતીના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં જ્યારે પણ તે પોતાનો નવો ફોટો મુકે ત્યારે તેના પર લાઈક આપી, કમેન્ટ કરી આ યુવતીને ખુશકરવાની ખ્વાહિશ પણ વધી જતી હોવાનું જાણવા મળ્યું છે. તેમજ તેની વધુ નજીક જવાનો પણ અધિકારીઓ પ્રયત્ન કરી રહ્યા હતા.
નાના અધિકારીઓ પણ ફસાયા હોવાની ચર્ચા
હનીટ્રેપના મામલે હજી સુધી કોઈ પણ ફરિયાદ સામે આવી નથી પરંતુ ગુજરાત પોલીસના મોટા અધિકારીઓ અને તેમના જ સમકક્ષ અધિકારીઓ તપાસમાં લાગી ગયા છે. જેમના અનુસાર યુવતીનો પત્તો મળી ગયો છે. પરંતુ શર્મસાર થતી ઘટના હોવાના કારણે ફરિયાદ કરવાનો ઇનકાર કરી દીધો છે.
સમગ્ર મામલે પોલીસ બેડામાં એવી પણ ચર્ચા ઉઠી છે કે જે વરિષ્ઠ અધિકારીઓથી તમામ અન્ય પોલીસકર્મીઓમાં ખૌફ હતો તેમનું નામ ઘટનામાં આવતાં ઘણી ચર્ચાઓ અને મજાક બની રહ્યો છે. જ્યારે હવે આ ઘટનામાં ACP, PI, PSI થી લઈ નિવૃત્ત અધિકારી પણ યુવતીના સંપર્કમાં હોવાની વાત સોશિયલ મીડિયા પરથી આવતાં અનેક પોલીસ અધિકારીઓ મેસેજ કરીને હનીટ્રેપનો શિકાર શોધી રહી હોવાનું પોલીસબેડામાં ચર્ચાઇ રહ્યું છે.