વ્યાજખોરો ના ત્રાસમાંથી બહાર નિકાળવા માટે પોલીસ નાગરિકોની વ્હારે આવી છે ત્યારે હવે નાગરિકોને લોન લેવી હોય તો, 100 નંબર ડાયલ કરશો તો પોલીસ તમને ઓછા વ્યાજની લોન અપાવવામાં મદદ કરશે. એટલે હવે પૈસાની જરૂરિયાત વાળા લોકોને વ્યાજખોરો પાસે ઊંચા વ્યાજે પૈસા લેવા જવું નહીં પડે.
આ પણ વાંચો : અમદાવાદ પોલીસનો વ્યાજખોરો વિરુદ્ધ નવો પ્રયોગ
સમગ્ર ગુજરાતમાં હાલ વ્યાજખોરો વિરુદ્ધ એક મોટી મુહિમ ચાલી રહી છે ત્યારે પોલીસ દ્વારા લોકોની મદદ માટે થઈને હવે પૈસાની જરીયાત વાળા લોકોની પડખે આવીને ઊભી છે. હવે કોઈપણ નાગરિકને પૈસાની જરૂર હોય તો તેને માત્ર 100 નંબર ડાયલ કરવાનો રહેશે અને તમને પોલીસ તંત્ર, સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ સ્કીમો અંતર્ગત ની લોન ની માહિતી આપવામાં આવશે અને ત્યાંથી ઓછા વ્યાજની લોનની વ્યવસ્થા કરવામાં આવશે.
સરકારની વિવિધ યોજનાઓ :
- પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના
- એસએમસી કર્મચારીઓ માટે એક્સપ્રેસ ક્રેડિટ યોજના
- વર્કિંગ કેપિટલ ટર્મ લોન
કોઈ પણ નાગરિક પોતાના નજીકના પોલીસ સ્ટેશન નો પણ સંપર્ક કરી ને ઓછા વ્યાજદરની લોન લેવામાં મદદ મેળવી શકે છે અથવા તો પોતાના વિસ્તારના ડીસીપી નો પણ સંપર્ક કરી શકે છે. વ્યાજખોરો વિરુદ્ધ ની આ મુહિમ ને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા એક અઠવાડિયા માટે લંબાવવામાં આવી છે.