ગુજરાત: ફરજ પર સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવતા કર્મચારીઓ પર DGPએ કરી લાલ આંખ
- પોલીસ દ્વારા યુનિફોર્મમાં વીડિયો બનાવવામાં આવી રહ્યા હોવાની ફરિયાદો મળી
- કેટલાક જવાનો નિયમોનું પાલન ન કરતા હોવાનું સામે આવ્યું છે
- નિયમોનું પાલન પોલીસકર્મી દ્વારા કરવામાં નહીં આવે તો ખાતાકીય કાર્યવાહી
સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કરનાર સામે DGP વિકાસ સહાયએ આદેશ આપ્યા છે. જેમાં કેટલાક જવાનો નિયમોનું પાલન ન કરતા હોવાનું સામે આવ્યું છે. DGP વિકાસ સહાયનો તમામ IG, SP અને વિભાગના વડાને પત્ર છે. તેમાં કેટલાક રીલ્સ બનાવી વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરે છે.
આ પણ વાંચો: અમદાવાદમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માઝા મૂકી
પોલીસ દ્વારા યુનિફોર્મમાં વીડિયો બનાવવામાં આવી રહ્યા હોવાની ફરિયાદો મળી
છેલ્લા ઘણાં સમયથી પોલીસ દ્વારા યુનિફોર્મમાં વીડિયો બનાવવામાં આવી રહ્યા હોવાની ફરિયાદો સામે આવી રહી છે. જેના પર રાજ્ય DGP દ્વારા સોશિયલ મીડિયા આચારસંહિતા બહાર પાડવામાં આવી હતી પરંતુ હજી કેટલાક સંજોગોમાં તેનું પાલન થઈ રહ્યું નથી. આ સ્થિતિમાં DGP વિકાસ સહાયનો તમામ IG, SP અને વિભાગના વડાને પત્ર લખ્યો છે. પોલીસ અધિકારી કર્મચારીઓ માટે સોશિયલ મીડિયા આચારસંહિતાનુ પાલન કરવા માટે DGP તરફથી આદેશ આપવામાં આવ્યો છે. કેટલાક અધિકારી જવાનો નિયમોનું પાલન ન કરતા હોવાનુ સામે આવ્યું છે. એટલું જ નહીં કેટલાક જવાનો ફરજ પર અથવા ફરજ પછી રીલ્સ બનાવી વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરે છે.
આ પણ વાંચો: ગુજરાતમાં મેઘરાજાનો ચોથો રાઉન્ડ શરૂ, જાણો કયા ધોધમાર પડશે વરસાદ
નિયમોનું પાલન પોલીસકર્મી દ્વારા કરવામાં નહીં આવે તો ખાતાકીય કાર્યવાહી
આ પછી કેટલીક સ્થિતિમાં અધિકારીઓ હજી પણ સોશિયલ મીડિયા આચારસસંહિતાનો ભંગ કરી રહ્યા હોવાની ફરિયાદો આવી રહી છે. જો સોશિયલ મીડિયા આચારસંહિતા ભંગ થયો તો કાર્યવાહી કરાશે. જેના માટે ડીજીપી વિકાસ સહાય નો તમામ આઈજી, એસપી તથા વિભાગના વડાઓને પત્ર લખીને જાણ કરી છે. ફરજ દરમિયાન સોશિયલ મીડિયાનો ઉપયોગ ટાળવા અંગેનું સૂચન કરવામાં આવ્યું હોવાનું પણ જણાવવામાં આવ્યું હોવાનું કહેવાઈ રહ્યું છે. જે સૂચનો કરવામાં આવ્યા છે તેની વિરુધ્ધમાં કામગીરી કરનાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી શકે છે. જો આ નિયમોનું પાલન પોલીસકર્મી દ્વારા કરવામાં નહીં આવે તો ખાતાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે.