વિધાનસભાની ચૂંટણી આવે એ પહેલાં જ તમામ રાજકીય પક્ષો એક્ટિવ થઇ ગયા છે. દરેક પક્ષ આવનારી ચૂંટણીમાં જીત હાંસલ કરવા એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. ત્યારે પીએમ મોદી આજ રોજ ફરી એક વખત પ્રધાનમંત્રી મોદી ગુજરાતની મુલાકાતે આવશે. પ્રધાનમંત્રી આજે ગાંધીનગરની મુલાકાતે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ડિજિટલ ઈન્ડિયા વિકના કાર્યકમમાં હાજરી આપશે. સાથે ડિજિટલ ઈન્ડિયા વિકના કાર્યક્રમનો ગુજરાતમાંથી પ્રારંભ કરાવશે. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં બ્રોડ બેન્ડ પહોંચાડવાના આશ્રય સાથે ડિજિટલ ઇન્ડિયાનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે.
PM મોદી ગુજરાતના પ્રવાસે
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે તા. 4થી 6 જુલાઈ દરમિયાન ડિજિટલ ઇન્ડિયા વીક- 2022ની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ડિજિટલ ઈન્ડિયાની વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવશે. તથા આધાર, યુપીઆઈ, કૉ-વિન, ડિજિલૉકર જેવા જાહેર ડિજિટલ પ્લેટફોર્મ મારફત નાગરિકોને સરળતાથી સેવા મળી રહે તે અંગેની જાણકારી આપતું પ્રદર્શન યોજવામાં આવશે. આ ઉપરાંત ટેકનોલૉજીના વિવિધ પ્લેટફોર્મ થકી ભારતવાસીઓને મળતી સુવિધાઓના લાભો અંગેનું તકનીકી કૌશલ્યનું પ્રદર્શન વૈશ્વિક સ્તરે પ્રદર્શિત કરાશે.
વિવિધ ડિજિટલ સોલ્યુશન્સ અંગેનું પ્રદર્શન યોજવામાં આવશે
આવનારી પેઢી માટે ડિજિટલ માધ્યમ થકી રોજગારીની કેવી તકોનું નિર્માણ થઈ શકે તે માટે પણ ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત સ્ટાર્ટઅપ, સરકાર, ઉદ્યોગ અને શૈક્ષણિક સંસ્થાઓની જનભાગીદારી થકી 200થી વધુ સ્ટોલ સાથેનો ડિજિટલ મેળો યોજાશે. જેમાં રોજિંદી જીવનશૈલીને સરળ બનાવતા વિવિધ ડિજિટલ સોલ્યુશન્સ અંગેનું પ્રદર્શન કરવામાં આવશે. ભારતીય યુનિકોર્ન્સ અને સ્ટાર્ટઅપ્સ દ્વારા વિકસાવવામાં આવેલા વિવિધ ટેકનોલૉજી આધારિત સોલ્યુશન્સ પણ તા. 7થી 9 જુલાઈ દરમિયાન વર્ચ્યુઅલ મોડમાં યોજાશે, જેમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો દ્વારા ડિજિટલ નોલેજનું આદાન-પ્રદાન કરવામાં આવશે