PM મોદી અમદાવાદ ખાતે ભારત- ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ જોવા આવે તેવી શક્યતા છે. તથા G-20ની બેઠકમાં હાજરી પણ આપશે. તેમાં PM મોદી માર્ચ મહિનામાં ગુજરાત આવે તેવી શક્યતા છે. કારણ કે ઓસ્ટ્રેલિયાના PM પણ ગુજરાત આવી શકે છે. તેમાં બન્ને વડાપ્રધાન ભારત- ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ જોવા આવે તેવી શક્યતા છે.
આ પણ વાંચો: મુન્દ્રા અદાણી પોર્ટના 21 હજાર કરોડ હેરોઈન કાંડમાં થયો ચોંકાવનારો ખુલાસો
બંને ટીમ વચ્ચે હાલ 4 ટેસ્ટની શ્રેણી રમાઈ રહી છે
ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતના પ્રવાસે આવી છે. આ બંને ટીમ વચ્ચે હાલ 4 ટેસ્ટની શ્રેણી રમાઈ રહી છે. આ શ્રેણીની ત્રીજી ટેસ્ટ 1 માર્ચે ઇન્દોર ખાતે તો ચોથી ટેસ્ટ 9 માર્ચે અમદાવાદમાં રમાશે. શ્રેણીના અંતિમ ટેસ્ટમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બાનિસ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપવાની પ્રબળ શક્યતા છે. આ મેચ માટે વડાપ્રધાન મોદીએ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બાનિસને પણ આમંત્રણ આપ્યુ છે.
આ પણ વાંચો: મૂળ ગુજરાતી છતાં પાકિસ્તાની હોવાનું કલંક, શ્રમિક પરિવારો સરકારી સહાય કે લાભથી વંચિત
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન અમદાવાદના મહેમાન બનશે
માર્ચ મહિનામા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવી શકે છે. તથા ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી પણ ગુજરાત આવી શકે છે. સાથે જ નમો સ્ટેડિયમમાં યોજાનારી ભારત ઓસ્ટ્રેલિયા ટેસ્ટ મેચ જોવા માટે આવે તેવી શક્યતા છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં નવમી માર્ચે અમદાવાદમાં ચોથી ટેસ્ટ મેચ રમાશે. આ મેચને નિહાળવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બનીસ પણ અમદાવાદના મહેમાન બને તેવી સંભાવના છે.
આ પણ વાંચો: દત્તક બાળકના બર્થ સર્ટીમાં સુધારા માટે ગુજરાત હાઇકોર્ટે આપ્યો મોટો નિર્ણય
ચોથી ટેસ્ટ મેચ 9 માર્ચ થી 13 માર્ચ સુધી યોજાશે
બિઝનેસ, ઇન્વેસ્ટમેન્ટ તથા મહત્વપૂર્ણ ખનીજ સહિત વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય ભાગીદારીને પ્રોત્સાહન આપવાના હેતુથી ઓસ્ટ્રેલિયાના પીએમ માર્ચ મહિનાની શરૂઆતમાં પોતાનો પ્રથમ ભારત પ્રવાસ ખેડશે. તેમના પ્રવાસ સાથે સંકળાયેલા અધિકારીએ જણાવ્યુ હતું કે અલ્બનીસ આઠમી માર્ચે પોતાનો પ્રવાસ શરૂ કરે તેવી આશા છે અને તેઓ પીએમ નરેન્દ્ર મોદી સાથે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમનારી ચોથી ક્રિકેટ ટેસ્ટ મેચ નિહાળવા માટે અમદાવાદની મુલાકાત લઇ શકે છે. ચોથી ટેસ્ટ મેચ 9 માર્ચ થી 13 માર્ચ સુધી યોજાશે.