ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત: મહત્તમ મતદાન માટે મતદારોને પેટ્રોલમાં ડિસ્કાઉન્ટ આપવા આયોજન

Text To Speech
  • મતદાન કરીને શાહીયુકત ટપકાવાળી આંગળી દર્શાવે તેને ડિસ્કાઉન્ટ આપવાનું આયોજન
  • લોકસભા બેઠક પર તા. 7 મેના રોજ મતદાન થનાર છે
  • મતદાન જાગૃતીના કાર્યક્રમો થકી મહત્તમ મતદાન માટેના પ્રયાસો

ગુજરાતમાં મહત્તમ મતદાન માટે મતદારોને પેટ્રોલમાં ડિસ્કાઉન્ટ આપવા આયોજન છે. જેમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ પેટ્રોલપંપ એસો.ના હોદ્દેદારો સાથે બેઠક કરી છે. તેમાં મતદારોને મત આપવા માટે પ્રોત્સાહન મળે તે માટે નવતર પ્રયોગ કરવામાં આવશે. મતદાન કરનારને ડિસ્કાઉન્ટ આપી મહત્તમ મતદાન માટે ચર્ચા કરી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં આજથી વધશે ગરમીનો પ્રકોપ, જાણો શું છે હવામાન વિભાગની આગાહી 

લોકસભા બેઠક પર તા. 7 મેના રોજ મતદાન થનાર છે

સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર તા. 7 મેના રોજ મતદાન થનાર છે. ત્યારે મતદાન જાગૃતીના કાર્યક્રમો થકી મહત્તમ મતદાન માટેના પ્રયાસો કરી રહ્યા છે. આ દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારીએ જિલ્લાના પેટ્રોલપંપ એસોસીયેશનના હોદ્દેદારો સાથે બેઠક કરી મતદાન કરનારને ડિસ્કાઉન્ટ આપી મહત્તમ મતદાન માટે ચર્ચા કરી હતી. લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે તા.7મેના રોજ સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર મતદાન થનાર છે. તા. 7ના રોજ મહત્તમ મતદારો મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી વિભાગ તડામાર તૈયારીઓ કરી રહ્યુ છે. જેમાં ઠેરઠેર મતદાન જાગૃતીના કાર્યક્રમો થઈ રહ્યા છે.

આ પણ વાંચો: ગુજરાત: ક્ષત્રિય મતોની વોટબેંકના ડેમેજને કંટ્રોલ કરવા આણંદ કમલમ્ ખાતે હર્ષ સંઘવીની બંધબારણે બેઠક

મતદાન કરીને શાહીયુકત ટપકાવાળી આંગળી દર્શાવે તેને ડિસ્કાઉન્ટ આપવાનું આયોજન

એક નવતર પ્રયોગના અમલીકરણ માટે જિલ્લા કલેકટર અને જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી કે.સી. સંપટે જિલ્લાના પેટ્રોલપંપ એસોસીયેશનના હોદ્દેદારો સાથે બેઠક કરી હતી. જેમાં માંડવરાયજી પેટ્રોલીયમના મયુરસીંહ પરમાર સહિતનાઓ ઉપસ્થીત રહ્યા હતા. આ બેઠકમાં તા.1થી 7 મે દરમિયાન પેટ્રોલપંપ પર બેનરો અને અન્ય માધ્યમો દ્વારા મતદાર જાગૃતીનો પ્રચાર પ્રસાર કરવા ચર્ચા થઈ હતી. આ ઉપરાંત તા. 7ના રોજ મતદાનના દિવસે મતદાન કરે મતદારોને પેટ્રોલ રીફીલીંગ પર અવસર ડીસ્કાઉન્ટ આપવા બાબતે પણ ચર્ચા થઈ હતી. જે મતદારો મતદાન કરીને આવી અને શાહીયુકત ટપકાવાળી આંગળી દર્શાવે તેને ડિસ્કાઉન્ટ આપવાનું આયોજન છે.

Back to top button