ગુજરાત: PGVCL મહિલા અધિકારી લાંચ લેતા ACBના સકંજામાં આવ્યા
- રત્ના ચૌધરી સહિતની ટીમે પણ શહેરમાં રહેણાકના મકાનમાં ચેકિંગ હાથ ધર્યુ
- મહિલા ડેપ્યુટી એન્જિનીયર રૂપિયા 1.54 લાખની લાંચ લેતા ઝડપાયા
- ACBના સકંજામાં આવતા પીજીવીસીએલમાં સન્નાટો છવાઇ ગયો
ગુજરાતમાં PGVCL મહિલા અધિકારી લાંચ લેતા ACBના સકંજામાં આવ્યા છે. જેમાં ધ્રાંગધ્રા પીજીવીસીએલના મહિલા ડેપ્યુટી એન્જિનીયર રૂપિયા 1.54 લાખની લાંચ લેતા ઝડપાયા છે. મીટરમાં ગેરરીતિ બદલ વીજચોરીનો દંડ માફ કરવા માટે લાંચ માંગી હતી. તેમાં ગાંધીધામ એસીબીએ ગોઠવેલી ટ્રેપ બાદ વચેટિયાને પણ ઝડપી લેવાયો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા ECIએ ટ્રેનિંગ શરૂ કરી
પીજીવીસીએલમાં સન્નાટો છવાઇ ગયો હતો
પીજીવીસીએલમાં સન્નાટો છવાઇ ગયો હતો. ધ્રાંગધ્રા શહેરી વિસ્તારના રહેણાકના મકાનમાં PGVCL ધ્રાંગધ્રા સીટીના ડેપ્યુટી એન્જિનિયર સહિતની ટીમે ચેકિંગ દરમિયાન મીટરમાં ગેરરીતિ ઝડપ્યા બાદ મોટા દંડથી બચવા માટે લાંચની માંગણી કરી હતી. આ બાબતની યુવકે ગાંધીધામ એસીબીને જાણ કરતા પોલીસે ધ્રાંગધ્રા ટ્રેપ ગોઠવતા વચેટીયા સહિત ડેપ્યુટી એન્જી.ને 1.54 લાખ રૂપિયા સાથે ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો: વડોદરા હરણી તળાવ દૂર્ધટનામાં મુખ્ય સૂત્રધાર સામે લૂકઆઉટ નોટિસ નીકળશે
રત્ના ચૌધરી સહિતની ટીમે પણ શહેરમાં રહેણાકના મકાનમાં ચેકિંગ હાથ ધર્યુ
પીજીવીસીએલની વિજિલન્સની ટીમ દ્વારા અવાર નવાર ચેકિંગ બાદ ગેરરીતિ ઝડપાય ત્યા દંડ ફટાકારાય છે. ત્યારે બીજી તરફ ધ્રાંગધ્રા શહેરની PGVCL કચેરીના ડેપ્યુટી એન્જિનિયર. રત્ના ચૌધરી સહિતની ટીમે પણ શહેરમાં રહેણાકના મકાનમાં ચેકિંગ હાથ ધર્યુ હતું. એવામાં મકાનના મીટરમાં ગેરરીતિ ઝડપાતા મીટર ઉતારીને લઇ ગયા હતા. ત્યાર બાદ સાડા ચાર લાખ જેટલા મોટા દંડથી બચવા માટે વચેટીયા મારફતે યુવક પાસે અઢી લાખ રૂપિયાની માંગ કરી હતી. પરંતુ છેલ્લે 1.54 લાખ રૂપિયા આપી દંડ નહી આપવાનું નક્કી થયું હતું.પરંતુ લાંચ નહી આપવાનું મન બનાવી યુવકે મિત્રો મારફતે ગાંધીધામ કચ્છ પૂર્વ એસીબીનો સંપર્ક કરી પોતાની આપવીતી વર્ણવી હતી. ત્યાર બાદ ગાંધીધામ એસીબીની ટીમે ધ્રાંગધ્રા આવી ટ્રેપ ગોઠવી હતી.અહી પહેલા વચેટીયા ભરત સાગઠીયા રહે.જશાપરએ યુવક પાસેથી લાંચની 1.54 લાખ રૂપિયાની રકમ સ્વીકારી હતી.એ રકમ સ્વીકાર્યા બાદ પીજીવીસીએલના મહિલા ડેપ્યુટી એન્જિનિયર.રત્ના ચૌધરીને આપતા એ.સી.બી.ની ટીમે બંન્નેની ધરપકડ કરી હતી.આ અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે.