- સચિવાલયમાં કેટલાક અધિકારી એવા છે જે મંત્રીઓને પણ ગાંઠતા નથી
- રાજકીય પદાધિકારીઓને મળવા માટે સૂચના પણ જારી
- નવા ધારાસભ્ય રજૂઆત કરવા જાય તો તેમને સમજાવીને મોકલી દેતા
ગુજરાતમાં લોકોના કામ માટે ફોન તો ઉપાડવા જ પડશે તેમ મંત્રીએ અધિકારીઓને ચેતવણી આપી છે. ત્યારે સુરતના ઓલપાડ વિસ્તારમાં એક કાર્યક્રમમાં પર્યાવરણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલે જાહેરમાં અધિકારીઓને જનતાના ફોન ઉપાડીને જવાબ આપવો પડશે તેવુ જણાવ્યું હતુ.
આ પણ વાંચો: ભાજપનું ઓપરેશન લૉટસ: કોંગ્રેસના મોટા નેતાઓ ભાજપમાં જોડાવાનો સિલસિલો યથાવત
ફોન તો ઉપાડવા જ પડશે
અધિકારીઓ સચિવાલયના હોય કે તાલુકા-જિલ્લા કક્ષાના પરંતુ ફોન ઉપાડવાની તસ્દી લેતા નહીં હોવાની ફરિયાદ બધે સમાન છે. તાજેતરમાં ઓલપાડ વિસ્તારના એક કાર્યક્રમમાં પર્યાવરણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલે જાહેરમાં અધિકારીઓને જનતાના ફોન ઉપાડીને જવાબ આપવો પડશે તેવી ચેતવણી આપી છે. પક્ષના પદાધિકારીઓ પ્રજાના કામ માટે અધિકારીઓને ફોન કરે તો તેમને જવાબ આપવો પડે ભલે કામ મોડું થાય પણ વાત કરવી પડશે તેમ કહ્યું હતું.
આ પણ વાંચો:અમદાવાદ: પ્રેમિકાએ કેમ મારી સાથે સંબંધ રાખતો નથી કહી પૂર્વ પ્રેમી પર કર્યો એસિડ એટેક
સચિવાલયમાં કેટલાક અધિકારી એવા છે જે મંત્રીઓને પણ ગાંઠતા નથી
પદાધિકારીઓએ પણ પ્રજામાંથી કોઇ ફોન કરે તો ઉપાડી વાત કરવા સૂચના આપી હોવાનું કહ્યું હતું. નવાઇની વાત છે કે મંત્રી મુકેશ પટેલ તેમના વિસ્તારમાં આવી વાત કરતા હોય છે પરંતુ સચિવાલયમાં કેટલાક અધિકારી એવા છે જે મંત્રીઓને પણ ગાંઠતા નથી. નવા સવા ધારાસભ્ય રજૂઆત કરવા જાય તો તેમને સમજાવીને મોકલી દેતા હોવાની બૂમ પડી છે. કેટલાક આઇએએસ મીટિંગમાં વ્યસ્ત હોવાના નામે મળતા નહીં હોવાની ફરિયાદ ઊઠતા સરકારને મંગળવારે કોઇ મીટિંગ નહીં રાખવા અને રાજકીય પદાધિકારીઓને મળવા માટે સૂચના પણ જારી કરવી પડી હતી.