વરસાદના કારણે રાજ્યમાં એક તરફ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે ત્યારે ખરાબ રસ્તાના કારણે સામાન્ય લોકોનું જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. એટલાં હદે ખરાબ રસ્તા થયા છે કે લોકો હવે ઘરની બહાર નીકળી ટ્રાફિક ચેક કરવા કરતાં પહેલાં રસ્તા સારા છે કે નહીં તે ચેક કરી રહ્યા છે. ઓગસ્ટ મહિના સાથે ચોમાસું પૂર્ણ થવા પર છે પણ રાજ્યના ઘણાં સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવેની હાલત પણ ઘણી ખરાબ છે. સરકારી આંકડા મુજબ વરસાદને કારણે 1200થી વધુ રસ્તાને નુકસાન થયું છે. જેમાં 650 સ્ટેટ, 175 નેશનલ હાઇવે છે.
650 સ્ટેટ હાઇવે પર પડ્યાં મસમોટા ખાડા
રાજ્યમાં એવો એક પણ જિલ્લો, તાલુકો કે ગામ નથી જેના માર્ગો ગર્વ લેવા જેવા અખંડિત હોય. ભારે વરસાદને કારણે રાજ્યભરના રસ્તા ધોવાયા છે..અને રોડ પર જ્યાં જુઓ ત્યાં બસ ખાડા જ ખાડા દેખાઇ રહ્યાં છે. ત્યારે રાજ્યમાં ખરાબ રસ્તા-ખાડાને કારણે છેલ્લા 15 દિવસમાં અકસ્માતના 5 હજાર 414 બનાવો નોંધાયા છે.
સરકારના આંકડા મુજબ વરસાદને કારણે 1200થી વધુ રસ્તાને નુકસાન થયું છે. જેમાં 650 સ્ટેટ, 175 નેશનલ હાઇવે છે. રાજ્યમાં દર વર્ષની જેમ આ ચોમાસામાં પણ ઠેર-ઠેર માર્ગો ખાડામાં ફેરવાયા છે. કુલ 1225 માર્ગ ડેમેજ થયા છે. 650 સ્ટેટ હાઇવે, 175 NH, 400 માર્ગ પંચાયત હસ્તકના અન્ય રોડ પણ સલામત નથી.
અકસ્માતની સંખ્યા વધી
બીજી તરફ ખરાબ રસ્તાના કારણે ટ્રાફિક જામ થવાથી લોકોના પેટ્રોલ-ડીઝલનો બગાડ થઈ રહ્યો છે તો બીજી તરફ રાજ્યભરમાં ખરાબ રસ્તા-ખાડાને કારણે છેલ્લા માત્ર 15 દિવસમાં અકસ્માતના 5,414 બનાવો નોંધાયા છે. જેના કારણે પણ રાજ્ય સરકારની ચિંતા વધી છે.
આ પણ વાંચો : ગુજરાતમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, અમદાવાદમાં વરસાદ