ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત: પર્યુષણ મહાપર્વનો પ્રારંભ, દેરાસરો-ઉપાશ્રાયો ભક્તિસભર માહોલ

Text To Speech
  • જૈન સમાજમાં સર્વત્ર ધર્મભાવનાનો માહોલ જોવા મળ્યો
  • જૈન શ્રાવકો, શ્રાવિકાઓ, મુમુક્ષુઓ સવાર- સાંજે પ્રતિક્રમણ અને ભગવાનની પૂજા યોજાશે
  • જિનાલયોમાં ભગવાન મહાવીરના જીવન પ્રસંગોનું વાંચન થશે

આજથી જૈનોના મહાપર્વ પર્યુષણનો પ્રારંભ થયો છે. જેમાં દેરાસરો-ઉપાશ્રાયો ભક્તિસભર બન્યા છે. ત્યારે 8 દિવસ દિવ્ય આંગી-શણગારના દર્શન, પ્રવચનો, વ્યાખ્યાનો થશે. શ્રાવકો, મુમુક્ષુ સવાર-સાંજ પ્રતિક્રમણ, પૂજા, ઉપવાસ, આયંબિલ કરશે. તથા પર્વના ચોથા દિવસથી મહાગ્રંથ કલ્પસૂત્રનું વાંચન થશે.

આ પણ વાંચો: ગુજરાતના આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી, બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે 

જૈન સમાજમાં સર્વત્ર ધર્મભાવનાનો માહોલ જોવા મળ્યો

પર્યુષણ મહાપર્વનો પ્રારંભ થયો હોવાથી જૈન સમાજમાં સર્વત્ર ધર્મભાવનાનો માહોલ જોવા મળ્યો હતો. પર્યુષણના આ દિવસો દરમિયાન જૈન દેરાસરો અને ઉપાશ્રયોમાં ધર્મભક્તિ સભર વિવિધ કાર્યક્રમોની સાથે ભગવાનની પ્રતિમાને દિવ્ય આંગી – શણગારના દર્શન થશે. જૈન ઉપાશ્રયોમાં સાધુ ભગવંતોના દિવ્ય પ્રવચનો સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમો, દેરાસરોમાં ભગવાનની આંગીના દર્શન થશે. પર્યુષણ પર્વના આઠ દિવસ વિશેષ વ્યાખ્યાન આપવામાં આવશે.

જૈન શ્રાવકો, શ્રાવિકાઓ, મુમુક્ષુઓ સવાર- સાંજે પ્રતિક્રમણ અને ભગવાનની પૂજા યોજાશે

જૈન શ્રાવકો, શ્રાવિકાઓ, મુમુક્ષુઓ સવાર- સાંજે પ્રતિક્રમણ અને ભગવાનની પૂજા યોજાશે. તો મુમુક્ષુઓ ઉપવાસ, આયંબિલ, એકાસણું, અઠ્ઠાઇ, ક્ષીરસમુદ્ર તપ, 16 ઉપવાસ, માસક્ષમણ જેવી તપસ્યા થશે. તો જિનાલયોમાં પર્વના 8 દિવસ દરમિયાન સ્તવન સંધ્યા અને અવનવી આંગીના દર્શન થશે. જ્યારે પર્વના ચોથા દિવસથી મહાગ્રંથ કલ્પસૂત્રનું વાંચન થશે. અમદાવાદના જૈન તિર્થધામોમાં પર્યુષણના મહાપર્વ દરમિયાન જપ – તપ અને આરાધનાની હેલીના દર્શન થશે. ચાતુર્માસ અર્થે પધારેલી આચાર્ય ભગવંતોના દિવ્ય પ્રવચનો દ્વારા શ્રધ્ધા – ભક્તિ સભર કાર્યક્રમો યોજાશે.આઠ દિવસ સુધી આયોજિત વિવિધ કાર્યક્રમો દરમિયાન પર્યુષણના પાંચમા દિવસે ભગવાન મહાવીરનો જન્મ કલ્યાણક મહોત્સવ યોજાશે. પરાપુર્વતી ચાલતી પરંપરાના ભાગરૂપે આ દિવસે જિનાલયોમાં ભગવાન મહાવીરના જીવન પ્રસંગોનું વાંચન થશે.

Back to top button