

ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા વર્ષ 2022માં લેવાયેલી મલ્ટિ પર્પઝ હેલ્થ વર્કર પરીક્ષાનું પરિણામ સોમવારે જાહેર કરવામાં આવશે તેવી જાહેરાત બોર્ડનાં અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા ટ્વિટ કરીને કરવામાં આવી છે. જેના કારણે આ પરીક્ષા આપનાર હજારો ઉમેદવારોમાં ખુશી વ્યાપી ગઈ છે. આ ઉપરાંત સરકારે પણ ઘણા લાંબા સમય બાદ કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાનું પરીણામ જાહેર કર્યું હોય બોર્ડના અધ્યક્ષ પણ ઉત્સાહિત જોવા મળ્યા છે.

1866 જગ્યા માટે ભરતી પરીક્ષા લેવાઈ હતી
ઉલ્લેખનીય છે કે, ગુજરાત પંચાયત સેવા બોર્ડ દ્વારા ગત વર્ષે 2022માં મલ્ટિ પર્પઝ હેલ્થ વર્કરની 1866 જગ્યા ઉપર ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી હતી. જેમાં સેંકડો ફોર્મ ભરાયા હતા. ત્યારબાદ આ પરીક્ષા લેવામાં આવી હતી જેના પરિણામની રાહ લાંબા સમયથી ઉમેદવારો જોઈ રહ્યા હતા.