ગુજરાત: પાન-મસાલાના વેપારીને ત્યાં જીએસટીના દરોડા
- અમર એન્ટરપ્રાઇઝ નામની પેઢી ઉપર જીએસટી તંત્ર ત્રાટક્યું
- પેઢીની તમામ દુકાનો ઉપર સીલ મારી દેવામાં આવ્યા
- વેપારીને અગાઉથી જીએસટીના દરોડાની જાણ થઈ ગઈ
ગુજરાતના કલોલમાં પાન-મસાલાના વેપારીને ત્યાં જીએસટીના દરોડા પડ્યા છે. જેમાં અમર એન્ટરપ્રાઇઝ નામની પેઢી ઉપર જીએસટી તંત્ર ત્રાટક્યું હતુ. દરોડા દરમિયાન વેપારીએ દુકાન નહીં ખોલતા કાર્યવાહી કરાઈ છે. તેમાં જીએસટી વિભાગ દ્વારા કલોલમાં દરોડાની કાર્યવાહી હાથ ધરતા અન્ય વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં સરકારી નોકરીની ઇચ્છા ધરાવતા યુવાનો માટે ખુશ ખબર
જીએસટી તંત્ર દ્વારા પેઢીની તમામ દુકાનો ઉપર સીલ મારી દેવામાં આવ્યા
કલોલના નવજીવન મિલ કમ્પાઉન્ડમાં આવેલ અમર એન્ટરપ્રાઇઝ નામની પાન મસાલાની પેઢી ઉપર જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જોકે વેપારીએ દુકાન ખોલી ના હોવાથી તંત્રએ તેના મોબાઈલ ફોન ઉપર સંપર્ક કર્યો હતો અને તેને મોબાઇલ પર જવાબ આપ્યો ન હતો જેથી જીએસટી તંત્ર દ્વારા પેઢીની તમામ દુકાનો ઉપર સીલ મારી દેવામાં આવ્યા હતા ત્યારબાદ મોડી સાંજે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: અમદાવાદ શહેરની 7 પ્રિલીમનરી ટીપી સ્કીમોને મંજૂરી, હવે વિસ્તારના ભાવ વધશે
વેપારીને અગાઉથી જીએસટીના દરોડાની જાણ થઈ ગઈ
આ અંગે મળતી માહિતી અનુસાર ગાંધીનગર જીએસટી વિભાગ દ્વારા કલોલમાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કલોલમાં પાન મસાલાની અમર એન્ટરપ્રાઇઝ નામની પેઢી જીએસટીમાં ગોલમાલ કરતા હોવાની શંકાના આધારે જીએસટી તંત્ર દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બીજી તરફ્ વેપારીને અગાઉથી જીએસટીના દરોડાની જાણ થઈ ગઈ હોય તેમ તેણે પોતાની દુકાન અને પેઢી ખોલી ન હતી.
આ પણ વાંચો: ગુજરાત: વિદ્યાર્થીઓને રૂ.70 હજારમાં પરીક્ષા પાસ કરાવીને વિદેશ મોકલવાનું કૌભાંડ ઝડપાયું
જીએસટીના અધિકારીઓએ તેના મોબાઈલ નંબર ઉપર સંપર્ક કર્યો
વેપારી મળી ન આવતા જીએસટીના અધિકારીઓએ તેના મોબાઈલ નંબર ઉપર સંપર્ક કર્યો હતો. આમ છતાં વેપારી પેઢીના સંચાલકોએ જવાબ આપવાની તસ્દી લીધી ન હતી. જેથી અધિકારીઓ દ્વારા નવજીવન મિલ કંપાઉન્ડમાં આવેલી પેઢીની તમામ દુકાનો ઉપર સીલ મારી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ મોડી સાંજે અધિકારીઓ દ્વારા આ સીલ ખોલીને તપાસ હાથ ધરવામાં આવી હતી કલોલમાં જીએસટી તંત્ર દ્વારા આ વેપારી ઉપર દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવતા વેપારી આલમમાં ચકચાર મચી જવા પામી છે.