- એન્ટ્રી ગેટ પર ધસારો હોવાથી કેટલાક ઠગો ફાયદો ઉઠાવી જાય છે
- આયોજકોએ 70 ટકા ડિજિટલ પાસ જ્યારે 30 ટકા જ ફિઝિકલ પાસ પ્રિન્ટ કરાવ્યા
- પાર્ટી પ્લોટમાં એન્ટ્રી ક્લોઝ કરી દેવા જેવી બાબતોમાં મદદરૂપ
ગુજરાતમાં નવરાત્રીના ગરબામાં નકલી પાસ સામે આવતા આયોજકોએ નવો રસ્તો અપનાવ્યો છે. ગરબાના નકલી પાસનું દૂષણ રોકવા ડિજિટલ પાસ ઈશ્યૂ કરાયા છે. જેમાં આયોજકોએ 70 ટકા ડિજિટલ પાસ જ્યારે 30 ટકા જ ફિઝિકલ પાસ પ્રિન્ટ કરાવ્યા છે. ભારત-પાકિસ્તાન મેચની નકલી ટિકિટો વેચાયા બાદ મોટાભાગના આયોજકો એલર્ટ પર છે.
આ પણ વાંચો: ગુજરાત: અંબાજીની અખંડ જ્યોતમાં વાઘની મુખાકૃતિ દેખાઈ
એન્ટ્રી ગેટ પર ધસારો હોવાથી કેટલાક ઠગો ફાયદો ઉઠાવી જાય છે
એન્ટ્રી ગેટ પર ધસારો હોવાથી કેટલાક ઠગો ફાયદો ઉઠાવી જાય છે. જેમાં આ વર્ષે નવરાત્રિમાં લાઇવ કોન્સર્ટની જેમ આયોજકો દ્વારા ‘ડિજિટલ ગરબા પાસ’ ઈસ્યૂ કરવામાં આવી રહ્યા છે. આયોજકો સાથેની વાતચીતમાં જાણવા મળ્યું કે, એન્ટ્રી ગેટ પર લોકોનો ધસારો વધારે હોવાથી ગરબા પાસને ચોક્કસાઈપૂર્વક તપાસવાનો સિક્યુરિટી પાસે ટાઇમ રહેતો નથી. જેનો ફાયદો ઉઠાવીને ડમી પાસ બનાવનાર હજારોની સંખ્યામાં ડુપ્લિકેટ પાસ બનાવીને સસ્તા ભાવે સેલ અથવા લાગતા-વળગતા ગ્રૂપમાં આપીને એન્ટ્રી કરાવતા હોય છે. જેને રોકવા માટે આ વર્ષે આયોજકો ડિજિટલ ગરબા પાસનો કોન્સેપ્ટ લઈને આવ્યા છે. ડિજિટલ પાસમાં આપવામાં આવેલા ક્યૂઆર કોડ એકવાર સ્કેન થયા બાદ બીજી વખત યુઝ કરી શકાતો નથી. આથી તેની કોપી કરવી અશક્ય છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ફરી વાવાઝોડાના વાદળો બંધાયા, બિપોરજોય જેવી મોટી આફત આવશે કે શું!
પાર્ટી પ્લોટમાં એન્ટ્રી ક્લોઝ કરી દેવા જેવી બાબતોમાં મદદરૂપ
આજનો યુગ ડેટાનો છે ત્યારે ગરબા આયોજકોને કેટલા પાસ ઈસ્યૂ થયા, ક્યા દિવસના પાસ વધારે ઈસ્યૂ થયા છે સહિતનો ડેટા મળી જાય છે. જેના કારણે ક્યા દિવસે ક્રાઉડ વધારે રહેશે તેની માહિતી મળી જતાં મેનેજમેન્ટ લેવલ પર નિર્ણયો લેવામાં કે પાર્ટી પ્લોટમાં એન્ટ્રી ક્લોઝ કરી દેવા જેવી બાબતોમાં મદદરૂપ સાબિત થાય છે. ઘણા પ્રાઈવેટ ગરબા આયોજકોએ તો વેન્યૂથી લઈ આર્ટિસ્ટની ડિટેઇલ સહિતની માહિતી ક્યૂઆર કોર્ડમાં આપી દીધી છે. જેના કારણે ખેલૈયાઓને ઘણો ફાયદો થઈ રહ્યો છે.