ગુજરાત

ગુજરાત: કેનેડાના મોલમાં નોકરીની લાલચમાં થઇ ઓનલાઈન છેતરપીંડી

Text To Speech
  • આરોપીને ગણતરીના દિવસોમાં મુંબઈની એક હોટલમાંથી ઝડપી લીધો
  • મોડાસાના યુવકે 14 હજાર જેટલી રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરી
  • અમદાવાદના મણીનગરના કિંજલ જયેશભાઈ શાહની ધરપકડ કરાઇ

કેનેડામાં નોકરી અપાવવાના બહાને મોડાસાના યુવકને છેતરનારો મુંબઈ હોટેલથી ઝડપાયો છે. ચીટરે કેનેડામાં સબંધીના મોલમાં નોકરી અપાવવાની વાત કરી હતી. મોડાસાના એક યુવક સાથે ઓનલાઈન છેતરપીંડી થઈ હતી. તેમાં મોડાસાના યુવકે 14 હજાર જેટલી રકમ ટૂકડે ટૂકડે ઓનલાઈન ટ્રાન્સફર કરી હતી.

આ પણ વાંચો: ગુજરાતમાં મેઘરાજાનો ત્રીજો રાઉન્ડ શરૂ, જાણો કયા પડશે ધોધમાર વરસાદ 

મોડાસાના એક યુવક સાથે ઓનલાઈન છેતરપીંડી થઈ

મોડાસાના એક યુવક સાથે ઓનલાઈન છેતરપીંડી થઈ હતી. જેમાં યુવકને કેનેડામાં નોકરી અપાવવાનું કહી વિઝાના રજીસ્ટ્રેશન માટે નાણાં આપવાનું જણાવ્યું હતુ. મોડાસાના યુવકે પણ 14 હજાર જેટલી રકમ ટૂકડે ટૂકડે ઓનલાઈન ટ્રાન્સફર કરી હતી. જો કે બાદમાં છેતરપીંડી થતાં પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. જેના પગલે પોલીસે છેતરપીંડી કરનાર આરોપીને ગણતરીના દિવસોમાં મુંબઈની એક હોટલમાંથી ઝડપી લીધો હતો.

આ પણ વાંચો: ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી વધી, હવે નહિ રહે પાણીની તકલીફ 

અમદાવાદના મણીનગરના કિંજલ જયેશભાઈ શાહની ધરપકડ કરાઇ

મોડાસાના સુકા બજાર વિસ્તારમાં રહેતા શહેજાદ અયુબભાઈ ખલીફાના ફોન ઉપર અજાણ્યા નંબર પરથી કેનેડાના વિઝા મેસેજ આવ્યો હતો. જેના પગલે મોડાસાના યુવકે ફોન કરતાં સામેની વ્યકિતએ મુંબઈથી કિંજલ શાહ બોલું છું તેમ જણાવી કેનેડામાં તેના સબંધીના મોલમાં બે વ્યકિતઓની જરૂર છે. દરમિયાન યુવકે કેનેડા જવાની તૈયારી બતાવતા વિઝા માટે રજીસ્ટ્રેશન કરવા ઓનલાઈન રૂપિયા માંગવામાં આવ્યા હતા. યુવકે પણ જુદા-જુદા સમયે 14,445 રૂપિયા ઓનલાઈન મોકલ્યા હતા. જો કે ત્યાર બાદ કેનેડાના વિઝા માટેનું કોઈ ઈન્ટરવ્યું ન આવતાં છેતરપીંડી થયાનું જણાઈ આવતાં મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાઈ હતી. મોડાસા ટાઉન પોલીસે બાતમી મળી કે આરોપી મુંબઈની સ્પેસ હોટલમાં રોકાયેલ છે. જેના પગલે પોલીસે મુંબઈ દોડી પહોંચી અમદાવાદના મણીનગરના કિંજલ જયેશભાઈ શાહની ધરપકડ કરી લીધી હતી.

Back to top button