ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત: વર્લ્ડકપની મેચ પર ઓનલાઇન સટ્ટાના રેકેટનો પર્દાફાશ થયો

Text To Speech
  • મોબાઇલ ચેક કરતા arban999 નામની એપ ખુલ્લી જણાઇ
  • પાનના ગલ્લા પર CID ક્રાઇમના દરોડામાં બુકીની ધરપકડ
  • બુકી કાનો સુદામા અને ભાવનગરનો સોહેલ હિંગોરા વોન્ટેડ

ગુજરાતના સુરત શહેરમાં વર્લ્ડકપની મેચ પર ઓનલાઇન સટ્ટાના રેકેટનો પર્દાફાશ થયો છે. જેમાં સુરતમાં વર્લ્ડકપની મેચ પર સટ્ટો રમાડતો રૂ.2.15 કરોડનું બેલેન્સ ધરાવતો બુકી ઝડપાયો છે. મોટા વરાછાના VIP સર્કલ પાસે આવેલા પાનના ગલ્લા પર CID ક્રાઇમના દરોડામાં બુકીની ધરપકડ થઇ છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ફેક કરન્સીનો વેપલો કરતી ગેંગ સક્રિય, સોશિયલ મીડિયામાં મેસેજ આવે તો ચેતીજજો

મોબાઇલ ચેક કરતા arban999 નામની એપ ખુલ્લી જણાઇ

સુપર ID ધારક નામચીન બુકી કાનો સુદામા અને ભાવનગરનો સોહેલ હિંગોરા વોન્ટેડ છે. જેમાં મોબાઇલ ચેક કરતા arban999 નામની એપ ખુલ્લી જણાઇ આવી હતી. સીઆઇડી ક્રાઇમની ટીમે વર્લ્ડકપની મેચ પર ઓનલાઇન સટ્ટાના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. મોટાવરાછામાં વીઆઇપી સર્કલ પાસે આવેલા પાનના ગલ્લા પર દરોડા પાડી બુકીને પકડી પાડયો હતો. જેના બંને મોબાઇલ ચેક કરતા વિવિધ એપમાં રૂ.2.15 કરોડની ક્રેડિટ લિમિટ કહો કે બેલેન્સ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પોલીસ સુપર આઇડી ધારક નામચીન બુકી કાના સુદામા અને ભાવનગરના સોહેલ હિંગોરાને વોન્ટેડ જાહેર કરાયો હતો.

આ પણ વાંચો: લો બોલો, અમદાવાદમાં ટેક્સ વસૂલાતનું કામ પડતું મૂકીને અધિકારી-કર્મચારી ઢોર પકડવા નીકળશે 

ગાંધીનગર સીઆઇડી ક્રાઇમના સીઆઇ સેલની ટીમને દરોડા પાડ્યા

ઉલ્લેખનીય છે કે ગાંધીનગર સીઆઇડી ક્રાઇમના સીઆઇ સેલની ટીમને બાતમી મળી હતી કે, મોટાવરાછામાં વીઆઇપી સર્કલ પાસે એક પાનના ગલ્લા પર હરેશ મકવાણા નામનો વ્યક્તિ વર્લ્ડકપની મેચ પર સટ્ટો રમે છે. તે વ્યક્તિ www.pavanexch.com નામની મોબાઇલ એપ પર સુપર માસ્ટર તરીકે urban999 નામની એપ પર પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ પર પોતાના આઇડી નીચે માસ્ટર તરીકેની આઇડી આપી ઓનલાઇન સટ્ટો રમાડે છે. જેથી સાયબર ક્રાઇમની ટીમે અહીં દરોડા પાડી હરેશ રણછોડ મકવાણા (રહે- માધવપાર્ક, ઉત્રાણ રેલવે સ્ટેશન પાસે)ને પકડી પાડયો હતો. તેના મોબાઇલ ચેક કરતા arban999 નામની એપ ખુલ્લી જણાઇ આવી હતી. જેના પર લાઇવ મેચના હાર-જીતના ભાવ લખાયેલા પણ નજરે પડયા હતા.

Back to top button