ગુજરાતટોપ ન્યૂઝનેશનલ

નિશાના પર ગુજરાત, લાભ થશે પંજાબમાં, શું છે ‘આપ’નો નવો દાવ

Text To Speech

વિધાનસભાની ચૂંટણીને જોતાં આમ આદમી પાર્ટી કોઈ પણ સંજોગોમાં સરકાર બનાવવા પ્રયત્ન કરી રહ્યું છે. જેના માટે ગુજરાતને કેન્દ્રમાં રાખી પંજાબ અને દિલ્હીમાં નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. આજે પંજાબ સરકારે જૂની પેન્શન યોજના લાગુ કરવાનું પંજાબમાં તૈયારી કરી રહ્યું છે અને તેના સાથે ગુજરાતમાં પોતાની જીત તરફ આગળ વધાવની કોશિશ કરવા માંગે છે.

જ્યારે ગુજરાતમાં મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેમજ વિવિધ વિભાગના કર્મચારીઓ પણ ગાંધીનગર ખાતે વિરોધ કરી રહ્યા છે ત્યારે તેમના સૌ કોઈના લક્ષમાં એક જ મુદ્દો છે અને તે છે જૂની પેન્શન સ્કીમ. આ માટે પંજાબ સરકાર તાત્કાલિક ધોરણે નિર્ણય લીધો છે કે, પંજાબ સરકારે રાજ્યમાં જૂની પેન્શન યોજના લાગુ કરવા નિર્ણય કરી રહી છે.

આ પણ વાંચો : વિરોધ વચ્ચે સરકાર, એક-બે નહીં 30 થી વધુ આંદોલનો છે સક્રિય, જોઈલો લિસ્ટ

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ટ્વિટ કરી જણાવ્યું કે, મારી સરકાર જૂની પેન્શન સિસ્ટમ (OPS) પર પાછા ફરવાનું વિચારી રહી છે. મેં મારા મુખ્ય સચિવને તેના અમલીકરણની શક્યતા અને પદ્ધતિઓનો અભ્યાસ કરવા કહ્યું છે. અમે અમારા કર્મચારીઓના હિત માટે પ્રતિબદ્ધ છીએ.

આ પછી આપના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરતાં કહ્યું કે, વાહ! એક મહાન નિર્ણય. ભારતભરના તમામ સરકારી કર્મચારીઓ જુની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવા માંગે છે.

તેમજ ગુજરાતના આપ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટલીયાએ ટ્વિટ કર્યું છે કે, આમ આદમી પાર્ટી પંજાબ સરકારના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબે પંજાબમાં જૂની પેન્શન યોજના લાગુ કરવાનો નિર્ણય કર્યો. કર્મચારીઓ માટે ખુશખબર પંજાબમાં હવે OPS લાગુ કરવામાં આવશે. જય હિન્દ.

ગુજરાતમાં જૂની પેન્શનને લઈને સરકાર સામે આંદોલન છેડ્યું છે ત્યારે આજે પંજાબ સરકારે મોટો ઘા માર્યો છે. આગામી સમયમાં આમ આદમી પાર્ટી આ મામલે સરકારને ઘેરવાનો પૂરતો પ્રયાસ કરશે. આવતી કાલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે તેમની સભામાં આ મુદ્દો ચર્ચામાં રહેશે.

આ પણ વાંચો : ગાંધીનગર : વિરોધનો વધુ એક મોરચો, જંગલના રખેવાળો સત્યાગ્રહ છાવણીમાં

Back to top button