
- સુરત ડાયમંડ હોસ્પિટલની પહેલ, ચહેરો ઉજવે આનંદ ઉત્સવ
- 60 વર્ષથી વધુની ઉંમરના દર્દીઓ માટે દાંતની મફત સારવાર શરૂ
- કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે સી.આર પાટીલ તથા હર્ષ સંઘવી
આજે 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 73મો જન્મદિવસ છે. આ ઉત્સવ 17 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 2 ઓક્ટોબરે ગાંધી જયંતિ પર સમાપ્ત થશે. ત્યારે સુરતમાં ડાયમંડ હોસ્પિટલ દ્વારા આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ખુશી પર ચહેરો ઉજવે આનંદ ઉત્સવ, હસશે ભારત, ખીલશે ભારત થીમ પર 60 વર્ષથી વધુની ઉંમરના દર્દીઓ માટે દાંતની મફત સારવાર શરૂ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: ગુજરાત: નર્મદા નદીના વ્યાસ બેટમાં ફસાયેલા લોકોનો એરફોર્સે દિલધડક રેસ્ક્યુ કરી બચાવ્યા
આ કાર્યક્રમનો લાભ મેળવવા 6500થી વધુ લોકોએ નોંધણી કરાવી
આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે સી.આર પાટીલ તથા હર્ષ સંઘવી છે. ગ્રીલેબ ડાયમંડ, ઇચ્છાપોર, સુરત ખાતે આ સારવાર આપવામાં આવી રહી છે. જેમાં ફ્રી ડેન્ટલ સારવાર માટે 0261 250 9565 નંબર પર સંપર્ક કરી શકો છો. ગયા વર્ષે આ કાર્યક્રમનો લાભ મેળવવા 6500થી વધુ લોકોએ નોંધણી કરાવી હતી. તથા 3500 લોકોએ હાજરી આપી હતી. તેમજ 2000થી લોકોએ દાંતની સારવાર કરાવી હતી.
આ પણ વાંચો: અમદાવાદીઓ આજે ઘર બહાર નિકળતા પહેલા આ સમાચાર ખાસ વાંચજો
એક વર્ષ સુધી દૈનિક સરેરાશ 10 લેખે 3650 થી વધુ દર્દીઓને સેવા
સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા સંચાલિત માતૃશ્રી રામુબા તેજાણી અને માતૃશ્રી શાંતાબા વિદ્યા હોસ્પિટલ દ્વારા ડાયમંડ હોસ્પિટલમાં 60 વર્ષથી ઉપરના અને આર્થિક રીતે નબળી પરિસ્થિતિ ધરાવનાર પરિવારના સભ્યને એક વર્ષ સુધી દાંતની સારવાર મફતમાં કરી આપવામાં આવશે. ભારતના કોઈ પણ ખૂણે રહેતા લોકોને સારવાર કરી આપશે. જાણીતા ઉદ્યોગપતિ મુકેશભાઇ પટેલ (ગ્રીન લેબ)ના સહયોગથી ડાયમંડ હોસ્પિટલ એક વર્ષ સુધી દૈનિક સરેરાશ 10 લેખે 3650 થી વધુ દર્દીઓને બજારમાં 25 થી 35 હજાર રૂપિયાની ચિકિત્સા એક પણ રૂપિયો લીધા વગર પૂરી પાડવામાં આવશે. ઉદ્યોગપતિ મુકેશ પટેલની પ્રેરણાથી ડાયમંડ હોસ્પિટલની આ ડેન્ટલ ટ્રીટમેન્ટ સ્કીમનું “ચહેરો ઉજવે આનંદ ઉત્સવ’ નામકરણથી આજે 17મી સપ્ટેમ્બર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનની વાર્ષિક ઉજવણી કરવાનો નિર્ણય ડાયમંડ હોસ્પિટલ મેનેજમેન્ટે લીધો છે.
ભારતમાં ગમે તે સ્થળે રહેતા હોય તેવા જરૂરીયાતમંદ દર્દીઓને આ સુવિધા
ડાયમંડ હોસ્પિટલમાં દંત ચિકિત્સા એટલે કે સ્ક્રિનિંગથી લઇને દાંતની જગ્યાએ ચોકઠા બેસાડી આપવા સુધીની ટ્રીટમેન્ટ (જેમાં ચોકઠા બનાવી આપવાનો ખર્ચ પણ સામેલ) બિલકુલ નિશુલ્ક પૂરી પાડવામાં આવશે, આર્થિક રીતે સ્થિતિ સારી ન હોય તેવા, 60 વર્ષથી ઉપરની ઉંમરના હોય એવા ભારતમાં ગમે તે સ્થળે રહેતા હોય તેવા જરૂરીયાતમંદ દર્દીઓને આ સુવિધા એકપણ રૂપિયો ચાર્જ લીધા વગર પૂરી પાડવામાં આવશે.
બજારમાં આ ડેન્ટલ ટ્રીટમેન્ટના કમસે કમ રૂ.25થી 35 હજાર સુધીના ચાર્જ છે
આ અંગે વધુ માહિતી આપતા ડાયમંડ હોસ્પિટલના કો-ઓર્ડિનેટર દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોની સેવાના કાર્યો હાથ પર લીધા છે તેમની આ ઉમદા પ્રવૃતિમાં ડાયમંડ હોસ્પિટલ પણ પોતાનું યોગદાન આપવા કટિબદ્ધ છે અને એટલે જ ડાયમંડ હોસ્પિટલમાં ડેન્ટલ ટ્રીટમેન્ટ માટે આવનારા એવા દર્દીઓ, સંજોગોવસાત જેમના દાંત પડી ગયા છે, દાંતના અભાવે ખોરાક યોગ્ય રીતે લઇ શકતા નથી અને તેના કારણે શારીરિક માનસિક તકલીફો સહન કરે છે તેવા દર્દીઓને તેમના જડબાને અનુરૂપ દાંતનું ચોકઠું બનાવી આપીને ફીટ કરી આપવા સુધીની તમામ તબીબી સુવિધા, મટીરીયલ સાથે બિલકુલ ફ્રીમાં આપવામાં આવશે. બજારમાં આ ડેન્ટલ ટ્રીટમેન્ટના કમસે કમ રૂ.25થી 35 હજાર સુધીના ચાર્જ છે.