

ભારતમાં સૌથી ઝડપી વિકાસ દર હાંસલ કરનારા રાજ્યોની યાદી સામે આવી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના તાજેતરના ડેટા અનુસાર, ગુજરાતે ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GSDP)ના સંદર્ભમાં તેનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. ડેટા મુજબ ગુજરાત રાજ્ય એક દાયકા કરતાં પણ વધુ સમયથી નંબર વન પર છે. રાજ્યનો જીએસડીપી નાણાકીય વર્ષ 2011-12માં રૂ. 6.16 લાખ કરોડ હતો અને તે નાણાકીય વર્ષ 2020-21માં બમણાથી વધુ વધીને રૂ. 12.48 લાખ કરોડ થયો છે.
આ પણ વાંચો : Breaking News : ચીને અમિત શાહની અરુણાચલ પ્રદેશની મુલાકાતનો વિરોધ કર્યો
18.89 લાખ કરોડની જીએસડીપી ધરાવતું મહારાષ્ટ્ર પછી, ગુજરાત જીએસડીપીની દ્રષ્ટિએ ભારતનું બીજું સૌથી મોટું રાજ્ય છે. કર્ણાટક ગુજરાત પછી બીજા નંબરનું સૌથી ઝડપથી વિકસતું મુખ્ય અર્થતંત્ર રાજ્ય છે, જે 7.3 ટકા CAGR નોંધાવે છે. દક્ષિણ રાજ્યનો GSDP નાણાકીય વર્ષ 2011-12માં રૂ. 6.06 લાખ કરોડ હતો અને નાણાકીય વર્ષ 2020-21માં વધીને રૂ. 11.44 લાખ કરોડ થયો હતો. કર્ણાટક દેશનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર રાજ્ય પણ છે. આરબીઆઈના ડેટા મુજબ, હરિયાણા નાણાકીય વર્ષ 2020-21માં રૂ. 5.36 લાખ કરોડના જીએસડીપી સાથે ત્રીજું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર રાજ્ય છે. નાણાકીય વર્ષ 2011-12માં રાજ્યનો જીએસડીપી રૂ. 2.97 લાખ કરોડ હતો. 6.7 ટકાના સીએજીઆર સાથે મધ્યપ્રદેશ સૌથી ઝડપથી વિકસતા રાજ્યોની યાદીમાં ચોથા ક્રમે છે. તેનો જીએસડીપી નાણાકીય વર્ષ 011-12માં રૂ. 3.16 લાખ કરોડથી વધીને નાણાકીય વર્ષ 2020-21માં રૂ. 5.65 લાખ કરોડ થયો છે. 2021-22 નો ડેટ હજુ જાહેર થયો નથી.