ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત: હવે નકલી CMO અધિકારી ઝડપાયો, સેટીંગ કરતા ભાંડો ફૂટ્યો

Text To Speech
  • 20 વર્ષથી CMOનો નકલી અધિકારી બનીને ફરતો
  • નકલી CMO અધિકારી બનીને ફરતો વ્યક્તિ બારડોલીનો
  • નાયબ કલેક્ટરે આરોપીનો ભાંડો ફોડ્યો છે

ગુજરાતમાં નકલી પોલીસ, જજ પછી હવે નકલી CMO અધિકારી ઝડપાયો છે. જે છેલ્લા 20 વર્ષથી નકલી CMO અધિકારી મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરજ બજાવતો હોવાનું જુઠ્ઠાણું ફેલાવીને લોકો સાથે છેતરપિંડી કરતો હતો.

નકલી CMO અધિકારી બનીને ફરતો વ્યક્તિ બારડોલીનો

નકલી CMO અધિકારી બનીને ફરતો વ્યક્તિ બારડોલીનો હોવાનું જાણવા મળ્યું. સમગ્ર મામલે નવસારી રૂરલ પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. જેમાં સુરત જિલ્લાના બારડોલી તાલુકાના મઢી ગામનો નિતેશ ચૌધરી છેલ્લા 20 વર્ષથી CMOનો નકલી અધિકારી બનીને ફરતો હતો. નિતેશ ચૌધરીએ પોતે CMOના અધિકારી તરીકેની ઓળખ આપીને નવસારીના નાયબ કલેક્ટર દેવાંગ ઠાકોર સાથે 23 ઓક્ટોબર, 2024 થી 02 જાન્યુઆરી, 2025 સુધી ટેલિફોનિક વાતચીત કરીને અલગ-અલગ કામોની સોંપણી કરી હતી અને કામને લગતી માહિતી પણ માગી હતી.

પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવતા પોલીસે આરોપીની ધરપકડ કરી

જો કે, આ પછી દેવાંગ ઠાકોરે સમગ્ર મામલે વધુ તપાસ કરી હતી. જેમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં આવો કોઈ અધિકારી ન હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ દેવાંગ ઠાકોરે CMOના નકલી અધિકારીની ઓળખ આપનારા નિતેશ ચૌધરી વિરુદ્ધમાં નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આરોપી નિતેશે જણાવ્યું હતું કે, ‘તેણે એમએ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝનનો અભ્યાસ કર્યા બાદ GPSCની પરીક્ષા પાસ કરીને સીધો મુખ્યમંત્રી કાર્યાલયમાં નિયુક્ત થયો હતો અને મને આશરે 20 વર્ષ થઈ ગયા છે.

Back to top button