- રાજ્યમાં વહેલી સવારે ઠંડીનો અહેસાસ થશે
- હાલ 5 દિવસ બેવડી ઋતુ રહેવાનું અનુમાન
- અમદાવાદમાં લઘુતમ તાપમાન 21 ડિગ્રી
અમદાવાદમાં લઘુતમ તાપમાન 21 ડિગ્રી સાથે ગઈકાલે અમદાવાદનું તાપમાન 35.01 ડિગ્રી નોંધાયું હતું. જેમાં પવનોની દિશા બદલાતા બેવડી ઋતુ રહેશે. હાલ 5 દિવસ બેવડી ઋતુ રહેવાનું અનુમાન છે. ગુજરાતમાં હવે કડકડતી ઠંડી માટે તૈયાર થઈ જાવ કારણ કે આવતા સપ્તાહથી ઠંડીનું જોર વધી શકે છે.
રાજ્યમાં વહેલી સવારે ઠંડીનો અહેસાસ થશે
રાજ્યમાં હવામાન વિભાગનું અનુમાન છે કે આવતા સપ્તાહથી ઠંડી વધશે. રાજ્યમાં વહેલી સવારે ઠંડીનો અહેસાસ થશે. હવામાન વિભાગની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી મુજબ રાજ્યમાં વરસાદની કોઈ શક્યતા નથી. રાજ્યમાં હવામાન સૂકુ રહેવાની સંભાવના છે. બે દિવસ પહેલા કરવામાં આવેલી આગાહીમાં અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ પણ ગુજરાતના હવામાનની આગાહી કરી છે. જેમાં તમે કહ્યું છે કે, આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં વરસાદની કોઇ શક્યતા નથી.
હાલ 5 દિવસ બેવડી ઋતુ રહેવાનું અનુમાન
પવનોની દિશા બદલાતા બેવડી ઋતુ રહેશે. તથા હાલ 5 દિવસ બેવડી ઋતુ રહેવાનું અનુમાન છે. રાજ્યમાં હવે ધીરે ધીરે વહેલી સવારે અને રાતે ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે. પરંતુ હજી પણ બપોરે તો તાપનો તરખાટ ચાલી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ગુજરાતમાં કેવું વાતાવરણ રહેશે, ઠંડી કે ગરમીનું જોર વધશે તે તમામ બાબતો અંગે અનુમાન વ્યક્ત કર્યું છે.
મહત્તમ અને લઘુત્તમ વાતાવરણમાં કોઇ મોટા ફેરફાર થાય નહીં
અમદાવાદના હવામાન વિભાગ દ્વારા તેમની વેબસાઇટ પર માહિતી આપવામાં આવી છે કે, આગામી પાંચ દિવસ ગુજરાતના મહત્તમ અને લઘુત્તમ વાતાવરણમાં કોઇ મોટા ફેરફાર થાય નહીં. 30મી ઓક્ટોબર સુધી ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો અને દિવ, દમણ, દાદરા નગર હવેલીમાં હવામાન શુષ્ક રહેવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.