- શહેરી ક્ષેત્રો, સત્તામંડળો અને SIRમાંના ગામડામાં હાલ સર્વેક્ષણ થશે નહીં
- 18,600 ગામોમાં આ પ્રક્રિયા 30મી મે સુધીમાં પુર્ણ કરવા સર્વેયરોને કહેવાયુ
- એક જ ગામમાં જંત્રીના અલગ અલગ દરો નહીં રહે
સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ્સ દ્વારા ગ્રામિણ વિસ્તારોમાં જંત્રીના નવા દરો નક્કી કરવા માટે સરવેની કામગીરી 15મી મેથી શરૂ થઈ ચૂકી છે. વર્ષ 2011ની જંત્રીમાં રહેલી વિસંગતતાઓનું પુનરાવર્તન 12 વર્ષે ફરીથી ન થાય તે ઉદ્દેશ્યથી આ વેળા 7,45,502 ગ્રીડને બદલે પ્રત્યેક તાલુકામાં પાંચ-7 ગામોના એક એવા 1.30 લાખ આસપાસ ક્લસ્ટર બનાવાયા છે.
આ પણ વાંચો: બાગેશ્વર બાબાનો ગુજરાતમાં દિવ્ય દરબાર લાગતા મતમતાંતર
વિવિધ પરિબળોથી વિભાજીત ત્રણ પેટાગ્રીડને આધારે સરવે થયો
સર્વેક્ષણની આ નવી ફોર્મ્યુલાથી પ્રમાણમાં ઓછુ ક્ષેત્રફળ ધરાવતા નાના, મધ્યમ ગામોમાં રસ્તાને અડીને આવેલી જમીનોને બાદ કરતા અન્યત્રે સંભવિત નવી જંત્રીના દરો લગભગ એક સમાન રહે તો નવાઈ નહી! વર્ષ 2011ની જંત્રીમાં ગ્રીડવાઈઝ અર્થાત એક ચોરસ કિલોમીટરની એક ગ્રીડ અને તેમાંય વિવિધ પરિબળોથી વિભાજીત ત્રણ પેટાગ્રીડને આધારે સરવે થયો હતો. જેના કારણે અનેક સરવે નંબરો મિસિંગ થયા હતા. એકબીજાની નજીક આવેલી જમીનોના ભાવમાં પણ મોટો તફવત રહ્યો હતો. એટલુ જ નહિ, ઘણે ઠેકાણે તો પિયત કરતા બિનપિયતના ભાવ પણ ઊંચા રહ્યા હતા. તેવી જ રીતે ખેતી કરતા બિનખેતીના ભાવ ઓછા દર્શાવાયા હતા ! આવા પ્રકારની દેખીતી વિસંગતતાઓનું પુનરાવર્તન ન થાય તેના માટે હાલમાં ચાલી રહેલા જંત્રી સર્વેક્ષણમાં 6થી આઠ ગામોના ક્લસ્ટર રચી તેમાં માત્ર રસ્તાની શ્રેણી મુજબ જમીનોની પ્રવર્તમાન બજાર કિંમતો એકત્ર કરવાની ફોર્મ્યુલા અપનાવાઈ છે.
18,600 ગામોમાં આ પ્રક્રિયા 30મી મે સુધીમાં પુર્ણ કરવા સર્વેયરોને કહેવાયુ
રાજ્યના 18,600 ગામોમાં આ પ્રક્રિયા 30મી મે સુધીમાં પુર્ણ કરવા સર્વેયરોને કહેવાયુ છે. જેથી ચોમાસાના આરંભે 15મી જૂન પછી શહેરી ક્ષેત્રોમાં જંત્રી સરવેનો આરંભ થઈ શકે. પહેલા તબક્કે માત્ર ગ્રામિણ ક્ષેત્રનો સમાવેશ કર્યો છે. જેમાં મ્યુ. કોર્પોરેશન, પાલિકા સહિત શહેરી વિકાસ સત્તામંડળોમાં સમાવિષ્ટ ગામોને બાકાત રાખાયા છે. માત્ર શહેરીક્ષેત્રો જ નહિ પણ સ્પેશ્યિલ ઈન્વેસ્ટમેન્ટ રિજિયન- SIR સહિતના ઔદ્યોગિક, વ્યવસાયિક સત્તામંડળો કે નોટિફાઈડ એરિયાના ગામોમાં પણ હાલ સર્વે થશે નહી. ત્યાં બીજા તબક્કે આ પ્રક્રિયા હાથ ધરાશે. હાલમાં જે જ્યાં સરવે ચાલે છે ત્યાંથી ભવિષ્યમાં કોઈ વિસંગતતાના પ્રશ્નો ન ઉઠે તે ઉદ્દેશ્યથી સર્વેયરોને જે તે ગામની શાળા કે ડેરીમાં જ ગ્રામજનોએ એકત્ર કરી વિગતો મેળવવા તેમજ એ બેઠકની તસ્વીરો સોફ્ટવેરમાં અપલોડ કરવા કહેવાયુ છે.
એક ગામમાં અસમાનતા નહીં રહે જેના જાણો કારણો
પહેલા ગ્રીડને કારણે એક ગામ અનેક હિસ્સામાં વહેંચાતુ હતુ. જેથી એક જ ગ્રીડમાં અર્થાત એક ચોરસ કિલોમીટર ક્ષેત્રફળમા આવતા સર્વે નંબરોમાં અસમાનતા રહેતી. હવે એ ગ્રીડ નથી. માત્ર એકથી વધુ ગામોનુ એક એવા ક્લસ્ટર છે અને તેમાં રસ્તાનું એ જ મુખ્ય પરિબળ હોવાથી રોડ ટચ સિવાયની જમીનમાં જંત્રીના દરો લગભગ સમાન રહેશે, વધુ પડતી ઊંચનીચ જોવા મળશે નહી. સ્ટેટ હાઈવે, નેશનલ હાઈવે પાસેના ગામો, સમુદ્ર, મોટા સરોવર કે નદી પાસેના ગામો, તાલુકા હેડ ક્વાર્ટર નજીક આવેલા ગામો, પર્વતિય ક્ષેત્રોમાં આવેલા, નજીકના ગામો ઉદ્યોગો, કોલેજો ધરાવતા, નજીકના ગામો , શહેરી ક્ષેત્રો, SIRને અડીને આવેલા ગામો, સ્કૂલ, કોલેજ, મંદિરને લીધે વિકાસ હોય, નવા પ્રોજેક્ટ આવવાથી પ્રભાવિત હોય છે.