ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત: મોંઘવારીથી પીડાતી જનતા માટે રાહતના સમાચાર

Text To Speech

સરકારે બફર સ્ટોકમાંથી ઘઉં વેચવાની જાહેરાત કરતાં ઘઉંના ભાવમાં 4-6 રૂપિયા ઘટાડો થવાની સંભાવના છે. વ્યાપારી સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ સરકારે ઓપન માર્કટમાં 30 લાખ ટન ઘઉં વેચવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે ઘઉં અને ઘઉંના લોટની કિંમતમાં 4થી 6 રૂપિયાનો ઘટાડો આવી શકે છે.

આ પણ વાંચો: PM મોદીએ આપ્યો “I” નો મંત્ર, જાણો કોને થશે ફાયદો

બફર સ્ટોકમાંથી 30 લાખ ટન ઘઉં ઓપન માર્કેટમાં વેચવાની જાહેરાત

સરકારે તેના બફર સ્ટોકમાંથી 30 લાખ ટન ઘઉં ઓપન માર્કેટમાં વેચવાની જાહેરાત કરી છે. સરકાર આ ઘઉંને લોટ બનાવતી કંપનીઓને ઈ-નીલામી દ્વારા વેચાણ કરશે. અને આ ઘઉંનો લોટ બનાવી સામાન્ય જનતાને વધારેમા વધારે 29.50 રૂપિયાની કિંમત સુધી વેચવા માટે એફસીઆઈને પબ્લિક સેક્ટર યુનિટ્સ, સહકારી સંઘ અને અન્ય સંસ્થાઓને 23.50 રૂપિયા પ્રતિ કિલો
પ્રમાણે આપવામા આવશે.

આ પણ વાંચો: દિલ્હી: BBC ડોક્યુમેન્ટ્રીની બબાલ, 24 વિદ્યાર્થીઓની અટકાયત કરાઇ

ઘઉં અને ઘઉંના લોટના ભાવ સતત વધી રહ્યાં છે

ઉલ્લેખનીય છે કે ઘઉં અને ઘઉંના લોટના ભાવ સતત વધી રહ્યા છે. જેથી સામાન્ય જનતાનું બજેટ ખોરવાતું જાય છે. ઘઉં અને ઘઉંના લોટના ભાવને નિયંત્રણ કરવા માટે સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે જેમા સરકારે તેના બફર સ્ટોકમાંથી 30 લાખ ટન ઘઉં ઓપન માર્કેટમાં વેચવાની જાહેરાત કરી છે. આ ઘઉને ભારતીય ખાદ્ય નિગમ (FCI) દ્વારા આગામી 2 મહિનામાં અલગ અલગ માધ્યમો દ્વારા વેચવામાં આવશે.

એમએસપીથી વધારે બોનસની ઘોષણા નથી કરતાં

હાલમાં ઘઉંના ભાવમાં મોટો ઘટાડો થવાની સંભાવના ઓછી છે. અને 2023-24માં એપ્રિલથી માર્ચ ઓછામા ઓછી કિંમત રૂ. 21.25 પ્રતિ કિલોથી ઉપર જવાની સંભાવના નથી. બજારના સુત્રોના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધી કેન્દ્ર સરકારે 2023-24 માટે એમએસપીથી વધારે બોનસની ઘોષણા નથી કરતાં ત્યા સુધી નવા સત્રમાં દરમ્યાન સરકારના ભંડારને ફરી ભરવા માટે કેન્દ્ર સરકાર માટે થોડુ અઘરુ થઈ શકે છે.

Back to top button