ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાત: હોળી ધુળેટીનો તહેવાર આવતા બજારમાં અવનવી પિચકારીઓ જોવા મળી

Text To Speech
  • બજારમાં બાળકો માટે અનેક પ્રકારની પિચકારીઓ ઉપલબ્ધ
  • અવનવી વેરાઈટીની અને આકારની 50થી વધુ પિચકારીઓ
  • હોળી ધુળેટીના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યા

ગુજરાતમાં હોળી ધુળેટીનો તહેવાર આવતા બજારમાં અવનવી પિચકારીઓ જોવા મળી છે. જેમાં રંગોનાં પર્વની ઉજવણીનું કાઉન્ટડાઉન શરૂ થતા ગુલાલ સ્પ્રે, ફાયર એક્સ્ટિંગ્વિશર, ઓર્ગેનિક, ફ્રૂટ કલર વેરાઈટી સ્ટાઇલના રંગબેરંગી કલરની ડિમાન્ડ વધી છે.

હોળી ધુળેટીના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યા

હોળી ધુળેટીના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. બજારમાં અવનવી પિચકારીઓ જોવા મળી રહી છે. આ ઉપરાંત ફ્રૂટ, ઓર્ગેનિક અને ગુલાલ સહિતના રંગોની માંગ વધી છે. શહેરમાં આ ધૂળેટી ઉપર ૧૮થી૨૦ ટન કલરનું વેચાણ થવાનો વેપારીઓનો અંદાજ છે. બાળકો માટે અનેક પ્રકારની પિચકારીઓ ઉપલબ્ધ છે. જેમાં સાદી પરંપરાગત પિચકારી ઉપરાંત વોટર ગન, ડબલ પ્રેશર, બેનટેન, સ્પાઇડરમેન, છોટાભીમ, ડોરેમોન, કલર ઉડાડવા પિચકારીની ચાપ દબાવતા અવાજ વાગે તેવી ભોપુ પિચકારી ઉપરાંત ફિલ્મ કલાકાર તથા ક્રિકેટરમાં બુમરાહ, જાડેજા, કોહલી, બાર્બી ગર્લ, મોટુ-પતલુવાળી ટેન્ક પિચકારીની માંગ થઈ રહી છે.

અવનવી વેરાઈટીની અને આકારની 50થી વધુ પિચકારીઓ

આ વખતે મેજિક બંદૂક ગન કે જેની એક જ વખત ચાપ દબાવતા નોન સ્ટોપ જેટ ગતિએ પાણીની છોળ ઉડશે, તલવાર કે ગન આકારની બંદૂકમાં ઓટોમેટીક સેન્સર લાઈટ વાળી પિચકારીની પણ માંગ છે. અગ્નિશમન માટે વપરાતા ફાયર એક્સ્ટિંગ્વિશર કે જેનાથી નોન સ્ટોપ ગુલાલ અને કલર લોકો પર છાંટી શકાશે. રૂા.50થી 1500 સુધીની રેન્જમાં અવનવી વેરાઈટીની અને આકારની 50થી વધુ પિચકારીઓ મળી રહે છે.

આ પણ વાંચો: દ્વારકામાં ફુલડોલ ઉત્સવમાં કાળિયા ઠાકોર સંગ રંગે રમવા ભક્તોમાં હાલ અનેરો ઉત્સાહ

Back to top button