ટોપ ન્યૂઝનેશનલ

બાળકોને ડૂબતા જોઈ પિતાએ લગાવી છલાંગ લગાવી, ત્રણેય દરિયામાં..

Text To Speech

મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં રહેતા એક જ પરિવારના ત્રણ લોકો ઓમાનમાં દરિયામાં ડૂબી ગયા. ડૂબતા બાળકોને બચાવવા પિતાએ દરિયામાં છલાંગ લગાવી દીધી. ઘટનાની જાણ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બચાવ કાર્ય શરુ કર્યું હતું

દરિયામાં તણાયો પરિવાર 

આ કરૂણ અકસ્માતમાં સાંગલીના જાટ ગામના રહેવાસી શશિકાંત મ્માણે, તેમની 9 વર્ષની પુત્રી શ્રુતિ અને 6 વર્ષનો પુત્ર શ્રેયસ દરિયામાં ડૂબી ગયા હતા. વ્યવસાયે મિકેનિકલ એન્જિનિયર શશિકાંત દુબઈમાં એક કંપનીમાં કામ કરે છે. તેmની પત્ની સારિકા પણ તેની સાથે દુબઈમાં રહે છે.

પત્ની અને બાળકોને તણાતા જોઇને પિતાએ લગાવી છલાંગ 

મળતી માહિતી મુજબ રવિવારે શશિકાંત પોતાના પરિવાર અને કેટલાક મિત્રો સાથે મુલાકાત માટે ઓમાન ગયો હતો. શશિકાંત તેના પરિવાર અને મિત્રો સાથે ઓમાનના સલાલ્હા નામના સ્થળે દરિયામાંથી આવતા ઊંચા મોજાનો આનંદ માણી રહ્યો હતો. આ દરમિયાન એક જોરદાર મોજું આવ્યું, જેમાં શશિકાંતના બંને બાળકો અને અન્ય ઘણા લોકો વહેતા દરિયાની ડૂબી ગયા. જો કે ઘટનાની જાણ થતા જ તાત્કાલિક બચાવ કાર્ય શરુ કરવામાં આવ્યું હતું. જો કે આઠમાંથી ત્રણ લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

ઓમાનમાં થયેલા આ અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

Back to top button