ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાત: પંચમહાલ જિલ્લાના ત્રણેય જળાશયમાં નવા નીરની આવક

  • ઉપવાસમાં થયેલા વરસાદને લઈને નોંધપાત્ર નવા નીરની આવક નોંધાઇ
  • હડફ્ ડેમ 90ટકા ઉપરાંત ભરાઈ જતાં રૂલ લેવલ સપાટી જાળવવા માટે ડેમમાંથી પાણી છોડાયુ
  • કૂવાઝરને જોડતાં માર્ગનો કોઝ-વે પાણીમાં ગરકાવ થયો હતો

ગુજરાતના પંચમહાલ જિલ્લાના ત્રણેય જળાશયમાં નવા નીરની આવક થઇ છે. જેમાં કરાડ ડેમની જળ સપાટી 42 ફૂટે પહોંચી છે. તેમજ પાનમ ડેમમાં 33 હજાર ક્યૂસેકની આવક સાથે જથ્થો 73% નોંધાયો છે. પાણીની સતત આવક નોંધાતા એક તબક્કે તમામ ગેટ ખોલી 46 હજાર ક્યૂસેક પાણી હડફ્ નદીમાં છોડાયું હતું.

આ પણ વાંચો: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં વરસાદને લઈ કરી સમીક્ષા

કૂવાઝરને જોડતાં માર્ગનો કોઝ-વે પાણીમાં ગરકાવ થયો હતો

હડફ્ ડેમમાં પાણીની સતત આવક નોંધાતાં પાણી છોડાયું હતું. જ્યારે કૂવાઝરને જોડતાં માર્ગનો કોઝ-વે પાણીમાં ગરકાવ થયો હતો. પંચમહાલ જિલ્લામાં અને ઉપરવાસમાં થયેલા વરસાદને પગલે પંચમહાલના કરાડ, હડફ્ અને પાનમ ડેમ નવા નિર ની નોંધપાત્ર આવક થતાં જળાશયોનું જળસ્તર ઊંચું આવ્યું છે. આ ઉપરાંત નદી નાળા અને ચેકડેમ પણ છલકાઈ ગયા છે. સાર્વત્રિક મેઘમહેર થતાં જ ખેડૂતોને પણ પોતાના પાકને જીવનદાન મળવાની આશાઓ બંધાઇ છે. કરાડ ડેમનું જળ સપાટી લેવલ 42 ફૂટની સપાટીએ પહોંચી છે.

હડફ્ ડેમ 90ટકા ઉપરાંત ભરાઈ જતાં રૂલ લેવલ સપાટી જાળવવા માટે ડેમમાંથી પાણી છોડાયુ

હડફ્ ડેમ 90 ટકા ઉપરાંત ભરાઈ જતાં રૂલ લેવલ સપાટી જાળવવા માટે ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. એવી જ રીતે જિલ્લાના મુખ્ય જળાશય પાનમ ડેમમાં પણ રવિવારે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં 33 હજાર ક્યુસેક પાણીની આવક થવા સાથે પાણીનો જથ્થો 73 %નોંધાયો હતો. આમ જિલ્લાના જળાશયોમાં નવા નીરની આવક થતાં જ હાલ ખેડૂતોને શિયાળામાં સિંચાઈ પાણીની સુવિધા મળવાની આશાઓ બંધાઈ છે. ઉલ્લેખનીય છેકે હડફ્ ડેમમાંથી શનિવારે રાત્રે પાંચ ગેટ ખોલી 46હજાર ક્યુસેક પાણી હડફ્ નદીમાં છોડવામાં આવ્યું હતું. પંચમહાલ જિલ્લામાં મેઘરાજાએ લાંબા વિરામ બાદ બે દિવસથી સાર્વત્રિક મેઘ મહેર થતાં જ ધરતીપુત્રોને ચોમાસુ ખેતી નિષ્ફ્ળ જવાની શકયતાઓ વચ્ચે હવે પાકને જીવનદાન મળવાની આશા બંધાઇ છે.

ઉપવાસમાં થયેલા વરસાદને લઈને નોંધપાત્ર નવા નીરની આવક નોંધાઇ

બીજી તરફ્ જિલ્લાના મુખ્ય પાનમ ડેમ કરાર ડેમ અને હડફ્ ડેમમાં પણ ઉપવાસમાં થયેલા વરસાદને લઈને નોંધપાત્ર નવા નીરની આવક નોંધાઇ છે. જિલ્લાના કરાડ જળાશયની વાત કરવામાં આવે તો કરાડ જળાશયની રૂલ લેવલ સપાટી 140.08 મીટર છે, જ્યારે હાલનું પાણીનું લેવલ 134.05 મીટર સુધી પહોંચતા ડેમમાં પાણીની જળ સપાટી 42 ફૂટ નોંધાઇ છે. પાનમ ડેમની વાત કરવામાં આવે તો ડેમની રૂલ લેવલ સપાટી 127.41મીટર છે અને હાલની જળ સપાટી 124.85 મીટર નોંધાઇ છે સાથે જ બપોરે ત્રણ કલાકે 33600 ક્યુસેક પાણીની ડેમમાં આવક નોંધાવવા સાથે પાણીનો જથ્થો 73 ટકાએ પહોંચ્યો છે. એવી જ રીતે હડફ્ ડેમમાં પણ ઉપરવાસમાં થયેલા વરસાદને લઈને પાણીની આવકમાં વધારો સતત થઈ રહ્યો છે જેથી ડેમની રૂલ લેવલ સપાટી જાળવવા માટે હડફ્ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.

Back to top button