- સિઝેરિયન બાદ પાંચ પ્રસૂતાની તબિયત લથડતા કિડની ફેલ
- લીવર અને કીડનીમાં ઇન્ફેકશન લાગતા ઘટના બની
- ટ્રસ્ટ સંચાલિત હેલ્થ પ્લસ મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આ ઘટના બની
જૂનાગઢમાં સિઝેરિયન બાદ પાંચ પ્રસૂતાની કિડની ફેલ થઇ છે. તથા બેનાં મોત થયા છે. ટ્રસ્ટ સંચાલિત હેલ્થ પ્લસ મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આ ઘટના બની છે. ભોગ બનનાર ત્રણ મહિલાઓ ખાનગી હોસ્પિટલમાં ડાયાલિસીસ ઉપર હતી. હોસ્પિટલ સંચાલકે જણાવ્યુ છેકે બાટલામાં ટોકસીન હોવાથી ઇન્ફેકશન લાગ્યું હતુ.
આ પણ વાંચો: ગુજરાતમાં ફેબ્રુઆરીથી બેવડી ઋતુનો વરતારો, જાણો ઠંડીની શું છે આગાહી
સિઝેરિયન બાદ પાંચ પ્રસૂતાની તબિયત લથડતા કિડની ફેલ
શહેરની ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં સિઝેરિયન બાદ પાંચ પ્રસૂતાની તબિયત લથડતા કિડની ફેલ થયેલ છે, જે પાંચ મહિલાઓ પૈકી બે મહિલાના મોત થયાનું સામે આવ્યું છે. એસટી બસ સ્ટેન્ડ પાસે ટ્રસ્ટ સંચાલિત હેલ્થ પ્લસ મલ્ટિ સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરમાં ગત ઓગસ્ટ 2023ના મહિનામાં પીએમવાય યોજના હેઠળ પ્રસૂતા માટે આવેલી અનેક મહિલાઓ દાખલ થયેલ હતી, જે પૈકીની પાંચ મહિલા દર્દીની સિઝેરિયન કરવામાં આવ્યું હતું, જે મહિલાઓને સિઝેરિયન પછી અચાનક સિરમ ક્રિએટીનાઈન વધવા લાગ્યું અને લીવર ઉપર સોજો આવી ગયો હતો અને કીડની ઉપર ઇન્ફેકશન લાગતા પાંચેય મહિલાને અલગ અલગ ખાનગી હોસ્પિટલમાં રિફર કરાઈ હતી. જે પાંચ મહિલાઓને ડાયાલિસીસ પર રખાઈ હતી તે પૈકીની જૂનાગઢની હિરલબેન આકાશભાઈ મિયાત્રા (રહે.ટીંબાવાડી) નું જૂનાગઢ ખાતે અને માણાવદરના જીંજરી ગામની હર્ષિતાબેન ભરતભાઈ બાલસનું રાજકોટ ખાતે મોત થયું હતું.
લીવર અને કીડનીમાં ઇન્ફેકશન લાગતા ઘટના બની
ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલના ફાયનાન્સ વિભાગના સંચાલક સોહેલ સમાએ આ મામલે કહ્યું કે, ગત ઓગસ્ટ મહિનામાં 43 મહિલા દર્દી દાખલ થયેલ જે પૈકીના પાંચ મહિલાને અસર થયેલ છે. જે અંગે હોસ્પિટલ તરફ્થી રાજકોટની ખાનગી લેબ મારફ્ત તપાસ કરાવતા દર્દીઓને ચડાવવામાં આવેલ આર.આઈ.બાટલામાં ટોક્સીનનું પ્રમાણ આવતા તેના પરિણામે લીવર અને કીડનીમાં ઇન્ફેકશન લાગતા ઘટના બની છે.