ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત: 4 જિલ્લામાં 31મી માર્ચથી નર્મદાનું પાણી સિંચાઈ માટે બંધ, ખેડૂતોમાં ચિંતા

Text To Speech
  • ઉનાળુ વાવેતર કરીને બેઠેલા ખેડૂતોમાં ચિંતા છવાઈ છે
  • નર્મદા કેનાલ સિંચાઈ માટે પાણીની મુદ્દત વધારવા ખેડૂતોની માંગ
  • સિંચાઈ અર્થે પાણીની મુદ્દત વધારવા વિચારણા કરાશે: નર્મદા વિભાગ

બહુચરાજી સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા મહેસાણા જિલ્લાના બહુચરાજી, પાટણ જિલ્લાના ચાણસ્મા, હારિજ, શંખેશ્વર, સમી, પાટણ અને રાધનપુર, બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ અને સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા સહિત નવ તાલુકામાંથી પસાર થતી નર્મદાની કેનાલોમાં સિંચાઈ માટે અપાતું પાણી 31 માર્ચથી બંધ કરવાની જાહેરાત કરાઈ છે. જેને કારણે ઉનાળુ વાવેતર કરીને બેઠેલા ખેડૂતોમાં ચિંતા છવાઈ છે.

નર્મદા કેનાલ સિંચાઈ માટે પાણીની મુદ્દત વધારવા ખેડૂતોની માંગ

બહુચરાજી અને ચાણસ્મા પંથકમાં શિયાળુ સિઝનમાં ખેડૂતોએ અજમો, તમાકુ, એરંડા, જ્યારે ઉનાળુ બાજરી, ઘાસચારો વગેરેનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે. નર્મદા કેનાલ સિંચાઈ માટે પાણીની મુદ્દત વધારવા ખેડૂતો માંગ કરી રહ્યા છે. જ્યારે નર્મદા વિભાગની 31 માર્ચથી પાણી બંધ કરવાની હિલચાલ સામે ખેડૂતજગતમાં ભારે નારાજગી પ્રસરી છે.

અધિકારીએ જણાવ્યું કે, સરકારની સૂચનાથી 31 માર્ચથી નર્મદા કેનાલનું પાણી બંધ થનાર છે

માનાવાડા બ્રાન્ચ કેનાલમાં પડતી પેટા બ્રાન્ચ દેવગઢ માઈનોર કેનાલમાં પાણી વહેતું નજરે પડે છે. જેમાં 31મી માર્ચથી આ કેનાલમાં પાણી બંધ કરવાના નિર્ણયથી ઘાસચારો, જુવાર, ઉનાળુ બાજરી તેમજ શિયાળુ સીઝનમાં 2-3 પિયતની જરૂરિયાત હોવાથી જો પાણી નહીં મળે તો આ વિસ્તારના ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવશે. નર્મદા વિભાગ ચાણસ્માના અધિકારીએ જણાવ્યું કે, સરકારની સૂચનાથી 31 માર્ચથી નર્મદા કેનાલનું પાણી બંધ થનાર છે. જો ખેડૂતોની પાણીની માંગ અંગે રજૂઆત મળશે તો સરકારની સૂચના મુજબ પાણીની મુદ્દતમાં વધારો કરવા તંત્ર દ્વારા વિચારણા કરાશે.

આ પણ વાંચો: સુરત: લાંચ-તોડ કેસમાં છેલ્લા 8 વર્ષમાં 9 કોર્પોરેટર કે તેમના સગાસંબંધીઓ પકડાયા

Back to top button