ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત: નર્મદા ડેમમી જળ સપાટી 138.67 મીટર પહોંચી, પાણીની આવક 4.15 લાખ ક્યૂસેક

Text To Speech
  • મુખ્ય કેનાલમાં 17 હજાર ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે
  • પાણી આવતા સાબરમતી નદીમાં પાણીનુ સ્તર વધ્યું
  • વાસણા બેરેજના 10 ગેટ ખોલવામાં આવ્યા હતા

ગુજરાતમાં નર્મદા ડેમમી જળ સપાટી 138.67 મીટર પહોંચી છે. જેમાં પાણીની આવક 4.15 લાખ ક્યૂસેક થઇ છે. તથા પાણીની જાવક 4 લાખ ક્યુસેક છે. તેમાં 23 દરવાજા ખોલી હજુય પાણી છોડાય છે. તથા મુખ્ય કેનાલમાં 17 હજાર ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે. તેમજ ધરોઇ ડેમમાંથી પાણી છોડાતાં વાસણા બેરેજના 15 દરવાજા ખોલાયા છે. જેમાં 18,183-ક્યૂસેક પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ગુજરાતના આ શહેર સહિત જિલ્લાના 5 તાલુકામાં હોમગાર્ડ જવાનોની ભરતી કરાશે

નર્મદા કેનાલમાંથી પાણી વહેલી સવારથી છોડવામાં આવતાં સાબરમતી નદીમાં પાણીની આવક

સંતસરોવર અને નર્મદા કેનાલમાંથી પાણી વહેલી સવારથી છોડવામાં આવતાં સાબરમતી નદીમાં પાણીની આવક થઈ છે. હાલમાં પાણીની આવક વધતાં સાબરમતી નદીનું લેવલ 128 રાખવામાં આવ્યું છે. ધરોઇ ડેમ અને સંત સરોવરમાંથી જે પાણી હાલમાં છોડવામાં આવ્યું છે તેની અસર લોઅર પ્રોમિનાડને થશે નહીં. જોકે, અમદાવાદ જિલ્લામાં આવેલા નીચાણવાળા ગામડામાં તેની અસર દેખાશે.

ધોધમાર વરસાદને પગલે ધરોઇ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડાયુ

ઉપરવાસમાં ધોધમાર વરસાદને પગલે ધરોઇ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવતાં વાસણા બેરેજના 15 દરવાજા ખોલીને 18,183 ક્યુસેક પાણીનો નિકાલ કરાયો હતો. પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો. વાસણા બેરેજના 15 ગેટ ઓપન કરતાં પાણીનો નિકાલ કરવાને પગલે નીચાણવાળા વિસ્તારોમાંથી સલામત સ્થળે ખસી જવા માટે રહીશોને સૂચના અપાઈ છે.

વાસણા બેરેજના 10 ગેટ ખોલવામાં આવ્યા હતા

વાસણા બેરેજના 10 ગેટ ખોલવામાં આવ્યા હતા. જેમાં ગેટ નં.- 19 થી 24 અઢી ફૂટ અને ગેટ – 26,27,29 અને 30 ગેટ 4 ફૂટ ખોલવામાં આવ્યા હતા. સાંજે 4 વાગ્યા સુધીમાં વસાણાં બેરેજના 15 ગેટ ખોલવામાં આવ્યા હતા. જેમાં 14 થી 14 ગેટ અઢી ફૂટ, 26 અને 27 ગેટ 5 ફૂટ અને 29., 30 ગેટ 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા અને 18,183 ક્યુસેક પાણીનો નિકાલ કરાયો હતો. વહેલી સવારથી ધીમી ધારે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક જોવા મળી છે.

Back to top button