ગુજરાતહેલ્થ

ગુજરાતમાં આજે ફરી 900થી વધુ કેસ, કોરોનાએ ચિંતા વધારી

Text To Speech

ગુજરાતમાં કોરોનાના કેસની સંખ્યામાં ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે. જેમાં આજે કોરોનાના નવા 937 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના લીધે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. જ્યારે રાજયમાં કોરોનાના એક્ટિવ કેસ 5470 થવા પામ્યા છે. તેમજ કોરોના રિકવરી રેટ 98.68 ટકા થયો છે. જ્યારે કોરોનાથી 745 દર્દીઓ સાજા થયા છે.

COVID 19 23 July case

રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,31,215 દર્દીઓ મ્હાત આપી ચુક્યાં છે. જ્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 10,960 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

જિલ્લા અને કોર્પોરેશન મુજબ કોરોના કેસની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 304 કેસ નોંધાયા છે અને એકનું મોત થયું છે, જ્યારે વડોદરા કોર્પોરેશનમાં 83, સુરત કોર્પોરેશનમાં 45 , મહેસાણામાં 66, ગાંધીનગર 45, કચ્છ 20, ગાંધીનગર કોર્પોરેશનમાં 34, રાજકોટ કોર્પોરેશનમાં 27, સુરત 24, પાટણ 14, રાજકોટ 19, આણંદ 14, સાબરકાંઠા 32 અને વલસાડમાં 21 કેસ નોંધાયા છે. ભાવનગર કોર્પોરેશનમાં 24 કેસ છે. નવસારીમાં 13, બનાસકાંઠામાં 24, ભરૂચ 08, દેવભૂમિ દ્વારકા 4, જામનગર કોર્પોરેશનમાં 14 અને સુરેન્દ્રનગરમાં 04 એમ કુલ 937 કેસ નોંધાયા છે.

Back to top button