ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત: લારી પરથી લીધેલો નાસ્તો કર્યા બાદ 50થી વધુ લોકોને ખોરાકી ઝેરની અસર

Text To Speech
  • નાસ્તો કર્યા બાદ તમામની તબિયત લથડી હોવાનું તારણ સામે આવ્યું
  • દર્દીઓને સારવાર અર્થે અલગ અલગ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
  • બાવળા આરોગ્ય કેન્દ્રમાં એક જ પરિવારના 12 સભ્યોને દાખલ કરાયા

લારી પરથી લીધેલો નાસ્તો કર્યા બાદ 50થી વધુ લોકોને ખોરાકી ઝેરની અસર થઇ છે. જેમાં સાણંદના અણિયાળી ગામે 50થી વધુ લોકોને ખોરાકી ઝેરની અસર થઇ હતી. તેમાં ગામમાં આવેલી લારી પરથી લીધેલા ખમણનો નાસ્તો કર્યા બાદ તમામની તબિયત લથડી હોવાનું તારણ સામે આવ્યું છે. ત્યારે બાવળા આરોગ્ય કેન્દ્રમાં એક જ પરિવારના 12 સભ્યોને દાખલ કરાયા છે. તથા 6ની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચો: ગુજરાતના આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી

દર્દીઓને સારવાર અર્થે અલગ અલગ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

50થી વધુ લોકોને ખોરાકી ઝેરની અસર થતા સારવાર અર્થે અલગ અલગ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અમદાવાદ જિલ્લામાં સાણંદ તાલુકાના અણીયાળી ગામે ફૂડ પોઈઝનીંગની ઘટના બની છે. જેમાં 50થી વધુ લોકોને ખોરાકી ઝેરની અસર થતા સારવાર અર્થે અલગ અલગ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગના સુત્રો પાસેથી વધુમાં પ્રાપ્ત વિગત મુજબ અણીયાળી ગામે ખમણની લારી લઇ વેચવા આવેલા લારીવાળા પાસેથી ખમણ લઇને ખાવામાં આવ્યાં હોવાથી લોકોને ફૂડ પોઈઝન થયું હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. જેમાં 6 અસરગ્રસ્તોને ખાનગી હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા છે. જ્યારે એક જ પરિવારના મહિલાઓ બાળકો સહિત 12 અસરગ્રસ્તોને બાવળા આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડયા છે.

ડોર ટુ ડોર સર્વે સહિતની કામગીરી હાથ ધરી

બાવળા આરોગ્ય કેન્દ્રના ડોક્ટર પી.આર.ભુવાએ તમામને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે સોલા સિવિલ રીફર કર્યા હતા. જ્યારે બનાવના પગલે બાવળા પોલીસ પણ સરકારી હોસ્પિટલ ખાતે પહોંચી હતી. આ ઉપરાંત 10 લોકોને સાણંદ આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવ્યા અને 21 લોકોને અણિયાળી ગામમાં જ સારવાર અપાઈ રહી છે. ઘટના અંગે જિલ્લા આરોગ્ય વિભાગ અને સાણંદ તાલુકા આરોગ્ય વિભાગની ટીમો અણિયાળી ગામ પહોંચી હતી. તેમજ ડોર ટુ ડોર સર્વે સહિતની કામગીરી હાથ ધરી હતી.

Back to top button