ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત: વાવ બેઠક પર પેટાચૂંટણી માટે ભાજપમાં 20થી વધુ દાવેદાર, નિરીક્ષકો મૂંઝવણમાં મુકાયા

Text To Speech
  • 13 નવેમ્બર 2024ના રોજ વાવ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાશે
  • ભાજપ દ્વારા વાવ બેઠક માટે ત્રણ નિરીક્ષક અને પ્રભારીની નિમણૂક કરાઈ હતી
  • વાવ બેઠક માટે 20થી વધુ નેતાએ દાવેદારી નોંધાવતા રાજકારણમાં ગરમાવો

ગુજરાતમાં આગામી મહિને 13 નવેમ્બર 2024ના રોજ વાવ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાશે. ત્યારે આ પેટાચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પ્રચાર-પ્રસાર અને ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ભાજપે વાવ બેઠક માટે પ્રભારી અને નિરીક્ષકોની નિમણૂક કરી છે. ત્યારે હવે પ્રભારીઓએ સેન્સ લેવાની કામગીરી હાથ ધરી છે.

વાવ બેઠક માટે 20થી વધુ નેતાએ દાવેદારી નોંધાવતા રાજકારણમાં ગરમાવો

વાવ બેઠક માટે 20થી વધુ નેતાએ દાવેદારી નોંધાવતા રાજકારણમાં ગરમાવો છે. પ્રદેશ ભાજપે નિયુક્ત કરેલા ત્રણ નિરક્ષકો વાવ વિધાનસભા વિસ્તારમાં પહોંચ્યા હતા. ઉમેદવારોની પસંદગી માટે ત્રણેય નિરીક્ષકોએ સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. જો કે વાવ બેઠક પર પેટાચૂંટણી લડવા ભાજપમાં દાવેદારોનો રાફડો ફાટ્યો છે અને 20થી વધુ દાવેદારોએ ટિકિટની માગણી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં ગત વિધાનસભા ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર સામે હારેલા ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર પણ ફરી ચૂંટણી લડવા માટે તલપાપડ છે.

ભાજપ દ્વારા વાવ બેઠક માટે ત્રણ નિરીક્ષક અને પ્રભારીની નિમણૂક કરાઈ હતી

ભાજપ દ્વારા વાવ બેઠક માટે ત્રણ નિરીક્ષક અને પ્રભારીની નિમણૂક કરાઈ હતી. રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને મહેમદાવાદ વિધાનસભાના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણને આગામી વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં વિધાનસભાના પ્રભારી તરીકે નિમણૂક કરાઈ છે. જ્યારે વાવ બેઠક માટે 3 નિરીક્ષકોમાં પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે જનક પટેલ (બગદાણા), અસારવા ધારાસભ્ય દર્શના વાઘેલા અને પ્રદેશ પ્રવકતા યમલ વ્યાસને પણ જવાબદારી સોંપવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં જાણો શું કરી વરસાદ મામલે અંબાલાલ પટેલે આગાહી 

Back to top button