ગુજરાત: દિવાળીના ત્રણ દિવસમાં 15 હજારથી વધુ ઈમરજન્સી કેસ નોંધાયા


- રાજ્યના મોટા ભાગના શહેરોમાં સરેરાશ 10થી વધુ કેસ નોંધાયા
- ત્રણ દિવસ દરમિયાન રાજ્યમાં કુલ 15,179 ઈમરજન્સી કેસ નોંધાયા
- છેલ્લા 3 દિવસમાં રાજ્યમા 102 આગને લગતી ઘટના સામે આવી
સમગ્ર દેશ સહિત ગુજરાતમાં ફટાકડા ફોડીને દિવાળીના તહેવારની ઉજવણી કરવામાં આવી છે. જેના કારણે રાજ્યના વિવિધ ભાગોમાં આગ લાગવાની ઘટના બની છે. તેમાં શારીરિક ઈજા અને રોડ અકસ્માત સહિતના અનેક બનાવ બન્યા હતા.
ત્રણ દિવસ દરમિયાન રાજ્યમાં કુલ 15,179 ઈમરજન્સી કેસ નોંધાયા
ઉલ્લેખનીય છે કે દિવાળીના ત્રણ દિવસ દરમિયાન રાજ્યમાં કુલ 15,179 ઈમરજન્સી કેસ નોંધાયા હતા. જેમાં દરરોજની સરેરાશ 5,060 કેસ નોંધાયા હતા. જેમાં સામાન્ય દિવસની સરખામણીએ સરેરાશ 4504થી 12.34 ટકાનો વધારો નોંધાયો હતો. તેમજ છેલ્લા 3 દિવસમાં રાજ્યમા 102 આગને લગતી ઘટના સામે આવી છે.
રાજ્યના મોટા ભાગના શહેરોમાં સરેરાશ 10થી વધુ કેસ નોંધાયા
દિવાળીના પર્વથી લઈને 31મી ઓક્ટોબરથી બીજી નવેમ્બર તેમ છેલ્લા 3 દિવસમાં રાજ્યમા 102 આગને લગતી ઈમરજન્સી કેસ હતા. 31મી ઓક્ટોબરે 38, પહેલી નવેમ્બરે 40 અને બીજી નવેમ્બરે 24 આગને લગતા ઈમરજન્સી કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદમાં 28, રાજકોટમાં 8, સુરત 25 અને ભરૂચમાં 7 જેટલા ફાયર ઈમરજન્સી કેસ નોંધાયા હતા. બીજી તરફ શારીરિક ઈજાના કુલ 988 કેસો નોંધાયા હતા. રાજ્યના મોટા ભાગના શહેરોમાં સરેરાશ 10થી વધુ કેસ નોંધાયા હતા.