ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત : 1 એપ્રિલથી આ નેશનલ હાઇવે ટોલ પ્લાઝા પર ચૂકવવો પડશે વધુ ટેક્સ

Text To Speech
  • વધારો 31 માર્ચની મધરાતે 12 લાગ્યાથી લાગુ કરવામાં આવશે
  • હાઈવે પર મુસાફરીનો ટોલ ટેક્સ 5 થી લઈને 25 રૂપિયા સુધી વધારી દેવાયો
  • આર્મીના વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ માટે ટોલ ટેક્સની ચુકવણીમાંથી રાહત

ગુજરાતના પાલનપુર નેશનલ હાઈવે પરથી મુસાફરી કરનારા લોકો માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. નેસશનલ હાઈવે ઑથોરિટી ઑફ ઈન્ડિયા દ્વારા નેશનલ હાઈવે પર મુસાફરીનો ટોલ ટેક્સ 5 થી લઈને 25 રૂપિયા સુધી વધારી દેવાયો છે.

ખેમાણા ટોલ પ્લાઝા પર ટેક્સમાં વધારો કરાયો

પાલનપુર સ્વરૂપગંજ સુધીના હાઈવે પરના ખેમાણા ટોલ પ્લાઝા પર ટેક્સમાં વધારો કરાયો છે. જે 31 માર્ચની મધરાતે 12 લાગ્યાથી લાગુ કરવામાં આવશે. જેમાં નાની ગાડીઓ પર 5 રૂપિયા, લાઇટ કોમર્શિયલ વ્હીકલ – મિનિ બસ 10 રૂપિયા તથા ટ્રક અને બસ 20 રૂપિયાનો વધારો કરાયો છે.

આર્મીના વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ માટે ટોલ ટેક્સની ચુકવણીમાંથી રાહત

આર્મીના વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ, શબવાહિની તથા વીઆઈપી સાઈનવાળા વાહનો તેમજ વીરતા પુરસ્કાર પરમવીર ચક્ર, મહાવીર ચક્ર, અશોક ચક્ર, શૌર્ય ચક્ર મેળવનાર તેમજ સક્ષમ અધિકારી દ્વારા પ્રમાણિત ફોટો સાથેનું ઓળખપત્ર બતાવવા પર પણ ટોલ ટેક્સની ચુકવણીમાંથી રાહત મળશે.

આ પણ વાંચો: હરિયાણા અકસ્માતમાં મૃત્યુ પામેલા અમદાવાદના પોલીસકર્મીના પાર્થિવ દેહને ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ સંસ્કાર કરાયા

Back to top button