એક તરફ ગુજરાતને સમૃદ્ધ રાજ્ય તરીકે જોવામાં આવે છે ત્યારે વિધાનસભા સત્ર દરમિયાન એવા આંકડા સામે આવ્યા છે, જેને સરકારની ચિંતા વધારી છે. કોંગ્રેસ દ્વારા ગુજરાત વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂછવામાં આવેલા સવાલના જવાબમાં સ્વીકાર કર્યો કે, રાજ્યમાં 30 જિલ્લામાં 1,25,707 બાળકો કુપોષણથી પિડાય છે.
આ પણ વાંચો : સરકારે બેરોજગારીના આંકડા જાહેર કર્યા, ગયા વર્ષની સરખામણીમાં આટલા લાખ ઓછા !
રાજ્ય સરકાર દ્વારા કોંગ્રેસ આપેલી માહિતી અનુસાર, રાજ્યભરમાં 1,01,586 બાળકો ઓછા વજન ધરાવતા બાળકો નોંધાયા છે. જેમાં અતિ ઓછા વજનવાળા 24,121 બાળકો નોંધાયા છે. આદિવાસી વસ્તી ધરાવતા નર્મદા જિલ્લામાં સૌથી વધુ 12,492 બાળકો અને વડોદરા જિલ્લામાં 11,322 બાળકો કુપોષિત છે.
સૌથી વધારે કુપોષિત બાળકોમાં વડોદરા જિલ્લો, નર્મદા, સાબરકાંઠા,પંચમહાલ, મહિસાગર, આણંદ, છોટા ઉદેપુર, સુરત જેવા જિલ્લામાં કુપોષિત બાળકોની સંખ્યા 5 હજાર કરતાં વધારે નોંધાઈ છે. ઓછા વજનવાળા બાળકોની સંખ્યાની વાત કરીએ તો નર્મદા, સુરત, આણંદ, વડોદરા, સાબરકાંઠામાં સરેરાશ 5 હજાર કરતાં વધારે બાળકો નોંધાયા છે. અતિ ઓછાવાળા વજનવાળમાં 2 હજાર કરતાં વધારે સંખ્યા હોય તેવા જિલ્લામાં વડોદરા અને નર્મદાનો સમાવેશ થાય છે.
રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કુપોષણ દૂર કરવા માટે વિવિધ યોજનાઓ પણ હાથ ધરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા પણ સહાય ચુકવવામાં આવે છે. ખાસ કરીને જાહેર થયેલા આંકડામાં આદિવાસી વસ્તી ધરાવતા જિલ્લામાં કુપોષિત બાળકોની સંખ્યા વધારે જોવા મળી છે. રાજ્ય સરકાર દ્વારા ગર્ભવતી મહિલાઓને પોષણયુક્ત ખોરાક મળી રહે તે માટે પણ બજેટમાં કરોડોની જાગવાઇ કરવામાં આવી છે. આમ છતાં રાજ્યમાં કુપોષિત બાળકો અને ઓછા વજનવાળા બાળકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, તેવા આક્ષેપો કોંગ્રેસે કર્યા હતા.
આ પણ વાંચો : 84 વિદ્યાર્થીઓ ઠંડીમાં સ્વેટર વગર શાળામાં આવતા શિક્ષક થયાં ભાવુક !