ગુજરાત: દિવાળીના પર્વની શરૂઆતમાં મિશ્ર હવામાન, જાણો ક્યા કેટલું રહ્યું તાપમાન
- સમગ્ર દેશમાં સૌથી વધુ તાપમાન ગુજરાત અને રાજસ્થાનમાં નોંધાઈ રહ્યું છે
- અમદાવાદમાં આ રીતે નોર્મલ કરતા સવારનું તાપમાન 4.3 સે. અને બપોરનું 3.3 સે.
- તાપમાનનો પારો ભૂજ અને ડીસામાં 41 સે.અને રાજકોટમાં 40 સે.એ પહોંચ્યો
ગુજરાત સહિત દેશમાં દિવાળીના પર્વની શરૂઆત થઇ છે. જેમાં ગુજરાત રાજ્યમાં મિશ્ર હવામાન જોવા મળ્યું છે. તેમાં ખાસ ભૂજમાં ગરમીનો પારો વધ્યો છે. ગુજરાતમાં ચોમાસામાં ઈ.સ. 1994થી 2023 દરમિયાન વર્ષે સરેરાશ 35.50 ઈંચ સામે આ વર્ષે 50.50 ઈંચ વરસાદ વરસી ગયા બાદ હવે અસામાન્ય તાપ વરસી રહ્યો છે. જેમા સમગ્ર દેશમાં સૌથી વધુ તાપમાન ગુજરાત અને રાજસ્થાનમાં નોંધાઈ રહ્યું છે.
તાપમાનનો પારો ભૂજ અને ડીસામાં 41 સે.અને રાજકોટમાં 40 સે.એ પહોંચ્યો
ઉલ્લેખનીય છે કે તાપમાનનો પારો ભૂજ અને ડીસામાં 41 સે.અને રાજકોટમાં 40 સે.એ પહોંચી જતા બપોરે અસહ્ય ઉકળાટ અનુભવાયો હતો. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, કંડલા, અમરેલી, સુરેન્દ્રનગરમાં પણ તાપમાનનો પારો 38 સે.ને પાર થયો હતો. જે આ સમયમાં અસામાન્ય તાપ દર્શાવે છે. સવારનું તાપમાન હજુ પણ 20 સે. નીચે ઉતરતું નથી. જેમાં રાજકોટમાં આ સમયે સવારના 15 સે.તાપમાને ગુલાબી ઠંડી અનુભવાતી હોય તેના બદલે 21 સે. એટલે કે 5.7 સે. વધારે તાપમાન રહ્યું હતું અને બપોરનું તાપમાન હાલ 26 સે.આસપાસને બદલે 3.9 સે. વધારે 39.6 સે. નોંધાયુ છે.
અમદાવાદમાં આ રીતે નોર્મલ કરતા સવારનું તાપમાન 4.3 સે. અને બપોરનું 3.3 સે.
અમદાવાદમાં આ રીતે નોર્મલ કરતા સવારનું તાપમાન 4.3 સે. અને બપોરનું 3.3 સે. વધારે, સુરતમાં સવારનું તાપમાન 4.7 સે. વધારે, ભૂજમાં બપોરનું તાપમાન 4.8 સે. વધારે અને પ્રસિધ્ધ યાત્રાધામો દ્વારકામાં 3.9 અને વેરાવળમાં 3 સે. વધારે તાપમાન નોંધાયું છે. દિવાળી પૂર્વેના સમયમાં મિશ્ર હવામાન સામાન્ય છે, કારણ કે બે ઋતુ ભેગી થતી હોય છે પરંતુ, આ વખતે કથળેલા ક્લાઈમેટની પ્રતીતિ કરાવતી સ્થિતિ જુદી છે જેમાં સવાર-બપોરના તાપમાન વચ્ચે 17થી 19 સે. સુધીનો ફરક તો છે તે ઉપરાંત ન્યુનત્તમ અને મહત્તમ એ બન્ને તાપમાન સામાન્ય કરતા 3થી 6 સે. વધારે રહે છે.
આ પણ વાંચો: ગુજરાત:અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ગાંજાની સ્મગલિંગનું રેકેટ ઝડપાયું