રાજ્યમાં વિધાનસભા ચૂંટણીમાં સૌથી પ્રચંડ બહુમત સાથે ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શપથ ગ્રહણ આજે યોજાવવા જઈ રહી છે. આ દરમિયાન રવિવારે વડાપ્રધાન મોદી ગુજરાત પહોંચ્યા અને અને તેમના મંત્રી મંડળ માટે ધારાસભ્યોને રાત્રે જ ફોન કરી દેવામાં આવી રહ્યાં છે. જેમાંથી થોડા નામો સામે આવી રહ્યાં છે.
આ પણ વાંચો : વડાપ્રધાન મોદી અમદાવાદ પહોંચ્યા, આજે શપથગ્રહણ સમારોહમાં લેશે ભાગ
ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળમાં રાધવજીભાઈ પટેલ, કુંવરજીભાઈ બાવળીયા, ઋષિકેશભાઈ પટેલ, કનુભાઈ દેસાઈ, મુળુભાઈ બેરા, બચુભાઈ ખાબડ, પરશોત્તમભાઈ સોલંકી, જગદીશભાઈ વિશ્વકર્મા અને બળવંતસિંહ રાજપુતને શપથ માટેના ફોન આવી ચુક્યાં છે. જ્યારે કેટલાંક ધારાસભ્યોને ડ્રોપ પણ કરવામાં આવ્યા છે. જેમાં પૂર્ણેશ મોદી, જીતુ વાઘાણી, જીતુ ચૌધરી,વિનુ મોરડીયા અગાઉ મંત્રી રહી ચુક્યા છે તેમના નામો હજી પણ સામે આવ્યા નથી.
આ ધારાસભ્યોને આવ્યા ફોન
- હર્ષ સંઘવી- મજૂરા
- ઋષિકેશ પટેલ – વીસનગર
- કનુભાઈ દેસાઈ – પારડી
- રાઘવજી પટેલ – જામનગર ગ્રામ્ય
- પ્રફુલ્લ પાનસેરીયા- કામરેજ
- મુળુભાઈ બેરા – ખંભાળીયા
- પુરુષોત્તમ સોલંકી – ભાવનગર ગ્રામ્ય
- જગદીશ પંચાલ – નિકોલ
- મુકેશ પટેલ – ઓલપાડ
- કુંવરજી બાવળીયા
- ભાનુબહેન બાબરીયા
- કુબેર ડિંડોર – મહીસાગર
- બળવંતસિંહ રાજપુત
- બચુભાઈ ખાબડ – દેવગઢબારિયા (દાહોદ)
- દેવાભાઇ માલમ – કેશોદ
- ભીખુભાઈ પરમાર – મોડાસા
ઉલ્લેખનિય છે કે,ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે સોમવારે ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારની શપથવિધિ યોજાવાની છે ત્યારે મોડી રાત્રે મંત્રીપદ માટે ભાજપના ધારાસભ્યને ફોન આવ્યા હોવાની વિગતો સામે આવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ગુજરાતમાં આગમન બાદ મંત્રીપદના શપથના નામો સામે આવ્યા છે. આ ધારાસભ્યોને કાલે શપથ માટેના કોલ આવ્યા છે.ભૂપેન્દ્રભાઈની સરકારમાં 16 સભ્યોનું મંત્રમંડળ હશે તેવી વિગતો સામે આવી રહી છે ત્યારે વધુ કેટલાંક બીજા નામો સામે આવશે.