ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાત: હાડથીજવતી ઠંડીની હવામાન વિભાગની આગાહી, રાત્રીના તાપમાન ઘટશે

Text To Speech
  • જાન્યુઆરી માસના પ્રારંભથી ઠંડીનો ચમકારો
  • આગામી દિવસોમાં ઠંડી પડવાની શકયતા છે
  • હાડથીજવતી ઠંડીની સાથોસાથ પવનની ઝડપ પણ વધુ

ગુજરાતમાં હાડથીજવતી ઠંડીની હવામાન વિભાગની આગાહી છે. જેમાં રાત્રીના તાપમાન ઘટશે. ત્યારે વિવિધ શહેર-જિલ્લામાં છેલ્લા બે દિવસથી તાપમાનમાં વધારો થતા અને પવનની ઝડપ ઘટતા ઠંડી ઘટી છે.

જાન્યુઆરી માસના પ્રારંભથી ઠંડીનો ચમકારો

હાલ એકાદ સપ્તાહથી ઠંડીની અસર ઘટી છે પરંતુ આગામી દિવસોમાં ફરી એક વખત તિવ્ર ઠંડી પડે તેવી શક્યતા જણાઈ રહી છે. જો કે, ઠંડીમાં સતત વધ-ઘટના કારણે સિઝનલ બિમારીના દર્દીઓની સંખ્યા વધી હોવાનું જાણવા મળેલ છે. જાન્યુઆરી માસના પ્રારંભથી ઠંડીનો ચમકારો વધ્યો હતો. અને બીજા સપ્તાહમાં ઠંડીનો પારો સતત નીચે ગગડતાં શહેરીજનોની સાથે તિવ્ર ઠંડીનો અનુભવ કર્યો હતો.

હાડથીજવતી ઠંડીની સાથોસાથ પવનની ઝડપ પણ વધુ

હાડથીજવતી ઠંડીની સાથોસાથ પવનની ઝડપ પણ વધુ રહેતાં લોકો ગરમ વસ્ત્રોના સહારે રહેવાની ફરજ પડી હતી. જો કે, આ સમય દરમિયાન રાત્રિના 10 કલાક બાદ રસ્તા પર કફર્યું જેવો માહોલ જોવા મળ્યો હતો. આ પણ અધુરૂં હોય તેમ ઠંડીના કારણે શરદી- ઉધરસ જેવી સિઝનલ બિમારીના દર્દીઓની સંખ્યામાં પણ સતત વધારો જોવા મળ્યો છે અને હાલ તેમાં પણ ઉતરોત્તર વધારો થઈ રહ્યો હોવાનું તબીબી સૂત્રોએ માહિતી આપી છે.

આગામી દિવસોમાં ઠંડી પડવાની શકયતા છે

ઉલ્લેખનિય છે કે,મહત્તમ અને લઘુત્તમ તાપમાન વધતા ઠંડીનું જોર ઘટી ગયુ છે તેથી લોકોને રાહત થઈ છે. બે દિવસ પૂર્વે તાપમાન નીચું હોવાથી અને પવનની ઝડપી વધુ હોવાથી ઠુંઠવી નાખે તેવી ઠંડી પડી રહી હતી પરંતુ હાલ ઠંડી ઘટી જતા લોકોને હાશકારો થયો છે. ઠંડા પ્રદેશોમાં હજુ બરફ પડી રહ્યો છે તેથી આગામી દિવસોમાં ઠંડી પડવાની શકયતા છે.

Back to top button