ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત: હવામાન વિભાગે આ શહેર માટે યલો ઍલર્ટ સાથે કોલ્ડવેવની ચેતવણી પણ આપી

Text To Speech
  • લઘુત્તમ તાપમાન ઘટવાના કારણે લોકો હાડ થીજવતી ઠંડીનો અનુભવ
  • આગામી સાત દિવસ ઉત્તર-પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાશે
  • અમદાવાદમાં પણ લઘુત્તમ તાપમાનનો પારો 13 ડિગ્રી રહેશે

ગુજરાતમાં હવે ઠંડીએ જોર પકડ્યું છે. રાજ્યમાં લઘુત્તમ તાપમાન ઘટવાના કારણે લોકો હાડ થીજવતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. અમદાવાદમાં પણ લઘુત્તમ તાપમાનનો પારો 13 ડિગ્રી રહેવાની સાથે ઠંડા અને શુષ્ક પવનન ફૂંકાઈ રહ્યા છે.

ગુજરાતમાં આગામી સાત દિવસ ઉત્તર-પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાશે

અમદાવાદ હવામાન વિભાગના ડિરેક્ટર એ. કે. દાસના જણાવ્યા અનુસાર, આગામી સાત દિવસ ગુજરાતનું હવામાન શુષ્ક રહેશે. ગુજરાતમાં આગામી સાત દિવસ ઉત્તર-પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાશે. જોકે, હાલ ગુજરાતના હવામાનમાં કોઈ મોટો ફેરફાર થવાની આગાહી નથી.

છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં કોલ્ડવેવની સ્થિતિ સર્જાઈ હતી

હવામાન વિભાગની આગાહી મુજબ, છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં કોલ્ડવેવની સ્થિતિ સર્જાઈ હતી. આ સાથે આજે પણ રાજકોટમાં કોલ્ડવેવની સ્થિતિ સર્જાય તેવી સંભાવના છે. હવામાન વિભાગે રાજકોટમાં યલો ઍલર્ટ સાથે કોલ્ડવેવની ચેતવણી પણ આપી છે.

Back to top button