ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત: હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે રાજ્યમાં ઠંડીને લઈને આગાહી કરી

Text To Speech
  • 22 નવેમ્બર સુધીમાં અરબ સાગરમાં લો પ્રેશર સર્જાવાની શક્યતા
  • 23 નવેમ્બર સુધીમાં ગુજરાતમાં ઠંડીનું જોર વધી શકે
  • રાજ્યમાં વરસાદ પણ પડવાની શક્યતા છે: અંબાલાલ પટેલ

ગુજરાત માટે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે ઠંડીને લઈને આગાહી કરી છે. જેમાં રાજ્યમાં ઠંડીની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે રાજ્યમાં સવારે અને રાત્રીના સમયે ઠંડીનું પ્રમાણ વધતું જોવા મળે છે. આ દરમિયાન હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે ઠંડીને લઈને જાણો શું આગાહી કરી છે.

23 નવેમ્બર સુધીમાં ગુજરાતમાં ઠંડીનું જોર વધી શકે

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે આંદામાન અને નિકોબાર ટાપુના દક્ષિણમાં આંદામાન સમુદ્ર પર ચક્રવાત સર્જાવાની શક્યતા હોવાથી 23 નવેમ્બર સુધીમાં ગુજરાતમાં ઠંડીનું જોર વધી શકે છે. આ ઉપરાંત, હિંદ મહાસાગરના નીચલા ભાગમાં ચક્રવાતનું પરિભ્રમણ શરૂ હોવાથી તેની અસર દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં વર્તાઈ રહી છે. જેથી દક્ષિણ ભારતમાં વીજળી થવાની શક્યતા છે. આ સાથે પૂર્વ અરબી સમુદ્ર લક્ષદ્વીપ વિસ્તાર, કોમોરિન સહિતના વિસ્તારોમાં વાવાઝોડાની શક્યતા પણ વર્તાઈ રહી છે.

રાજ્યમાં વરસાદ પણ પડવાની શક્યતા છે

તેજમ અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ધીમે ધીમે તાપમાન ઘટતા રાજ્યમાં ઠંડીનું જોર વધી શકે છે. 20થી 25 ડિસેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશનના કારણે ચક્રવાત થઈ શકે છે. જ્યારે 22 નવેમ્બર સુધીમાં અરબ સાગરમાં લો પ્રેશર સર્જાવાની શક્યતા છે અને જો આ લો પ્રેશર ગુજરાત તરફ પ્રયાણ કરશે તો રાજ્યમાં વરસાદ પણ પડવાની શક્યતા છે.

Back to top button