અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનવરાત્રિ-2024ફોટો સ્ટોરીમધ્ય ગુજરાતમીડિયાવિશેષવીડિયો સ્ટોરી

ગુજરાત મીડિયા ક્લબ પરિવારના ગરબા યોજાયાઃ CM, યુનિવર્સિટનાં VC તથા મેયરની વિશેષ ઉપસ્થિતિ

અમદાવાદ, 17 ઑક્ટોબર, 2024: ગુજરાત મીડિયા ક્લબ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ક્લબના પરિવારના સભ્યો માટે ગરબાનું આયોજન થયું હતું. ગઈકાલે 16 ઑક્ટોબરે શરદ પૂનમ નિમિત્તે આ ભવ્ય કાર્યક્રમનું આયોજન થયું હતું.

GMCના આ ગરબા કાર્યક્રમમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત યુનિવર્સિટીનાં વાઈસ ચાન્સેલર ડૉ. નીરજા ગુપ્તા તથા અમદાવાદનાં મેયર પ્રતિભાબેન જૈન સહિત અગ્રણીઓ તેમજ પત્રકારોના પરિવારોએ હાજરી આપી હતી. ગરબા કાર્યક્રમના પ્રારંભે પરંપરાગત રીતે માતાજીની આરતી કરવામાં આવી હતી જેમાં મેયર પ્રતિભાબેન જૈન ઉપરાંત ક્લબના સભ્યોએ ભાગ લીધો હતો.

શહેરમાં થલતેજ વિસ્તારમાં એક્રોપોલિસ મોલના બેન્ક્વેટ હૉલમાં યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન પત્રકારો માટેના વેલ્ફેર ફંડનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત ભારતીય સંસ્કૃતિના વિશિષ્ટ કાર્યક્રમ “ભારતકુળ”ના ઑનલાઈન રજિસ્ટ્રેશનનો પણ પ્રારંભ મુખ્યમંત્રી સહિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યો હતો.

ગરબા મહોત્સવ દરમિયાન જીએમસીના પ્રમુખ નિર્ણય કપૂરે કરેલી એક જાહેરાત ત્યાં ઉપસ્થિત સૌના માટે સરપ્રાઈઝ બની રહી હતી. તેમણે આ ગરબા સમારંભમાં લોકપ્રિય ગાયિકા પૂર્વા મંત્રી ઉપસ્થિત હોવાનું જાહેર કર્યું ત્યારે સૌકોઈએ તાળીયોના ગડગડાટથી એ વાતને વધાવી લીધી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે પૂર્વા મંત્રીનું સન્માન કરાયું હતું અને ત્યારબાદ પૂર્વાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લિખીત ગરબાની બે લાઈનો ગાઈને સૌનાં દિલ જીતી લીધાં હતાં.

જૂઓ એ ક્ષણનો વીડિયો…

શરદ પૂર્ણિમાના શુભ અવસર પર હિન્દુ કેલેન્ડરમાં પવિત્ર દિવસે ગુજરાત મીડિયા ક્લબ (GMC) એ સમગ્ર ગુજરાતમાં પત્રકારોના કલ્યાણની સુરક્ષા માટે એક મહત્ત્વપૂર્ણ પગલું લીધું છે.

ગુજરાતમાં કાર્યરત પત્રકારોએ હંમેશા તકલીફ અને આરોગ્યની કટોકટીના સમયમાં તેમના સાથીદારોને ટેકો આપવા માટે એક સમર્પિત ફંડ બનાવવાનું સપનું જોયું છે. ગઈકાલે જીએમસીના પ્રમુખ નિર્ણય કપૂરના નેતૃત્વ હેઠળ ગુજરાત મીડિયા ક્લબ વેલફેર ફંડ – 2024ની સ્થાપના સાથે તે વિઝન સાકાર થયું છે. આ ભંડોળ જીએમસી સભ્યો દ્વારા સામનો કરવામાં આવતી તબીબી કટોકટી અને મૃત્યુના સંજોગોમાં પરિવારને ઉપયોગી થાય એ માટે બનાવવામાં આવ્યું છે.

ગુજરાત મીડિયા ક્લબ ગરબા - HDNews
ગુજરાત મીડિયા ક્લબ ગરબા

ગુજરાત મીડિયા ક્લબ વેલ્ફેર ફંડ – 2024 ના અનાવરણ સમયે ભંડોળનો પત્ર રજૂ કરતી વખતે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ફંડ માટે તેમની પ્રશંસા વ્યક્ત કરી જે પ્રારંભિત રૂ. 1 કરોડના ભંડોળ સાથે શરૂ કરવામાં આવ્યું છે.

ગુજરાત મીડિયા ક્લબ ગરબા - HDNews
ગુજરાત મીડિયા ક્લબ ગરબા 
ગુજરાત મીડિયા ક્લબ ગરબા - HDNews
ગુજરાત મીડિયા ક્લબ ગરબા 
ગુજરાત મીડિયા ક્લબ ગરબા - HDNews
ગુજરાત મીડિયા ક્લબ ગરબા 

આ પણ વાંચોઃ ગુજરાતમાં કરોડોની ટેક્સચોરી મામલે સાત શહેરોમાં EDનું સુપર ઓપરેશન

Back to top button