ગુજરાત મીડિયા ક્લબ (GMC)ની 2025-27ની નવી કારોબારીની જાહેરાત

અમદાવાદ, 27 માર્ચ, 2025: ગુજરાત મીડિયા ક્લબ GMCની નવી કારોબારીની જાહેરાત કરવામાં આવી છે. વર્ષ 2025થી 2027 માટેની આ કારોબારીના પ્રમુખ તરીકે વરિષ્ઠ પત્રકાર નિર્ણય કપૂર બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.
જીએમસી દ્વારા જારી યાદી અનુસાર ગુજરાત મીડિયા ક્લબ દ્વારા તેની નવી કારોબારી ચૂંટવા માટે યૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જોકે તેમાં પ્રમુખપદ માટે માત્ર વર્તમાન પ્રમુખ નિર્ણય કપૂરે જ ફોર્મ ભર્યું હતું જેને જીએમસીની ચૂંટણી પ્રક્રિયાના રિટર્નિંગ અધિકારી હિમાંશુભાઈ ઉપાધ્યાયે નિર્ણય કપૂરનું ફોર્મ માન્ય રાખીને છેવટ સુધી અન્ય કોઈ ફોર્મ નહીં ભરાતા તેમને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા હતા.
તે સાથે મીડિયા ક્લબની 2025થી 2027 સુધીની નવી કારોબારી પણ જાહેર કરવામાં આવી છે જેમાં –
નિર્ણય કપૂર (પ્રમુખ)
દિક્ષિત સોની (સિનિયર ઉપપ્રમુખ)
આશિષ અમીન (ઉપપ્રમુખ)
રાજીવ પાઠક (ઉપપ્રમુખ)
સંજય પાંડે (મહામંત્રી)
શત્રુઘ્ન શર્મા (મંત્રી)
મનિષ દેસાઈ (સહ મંત્રી)
ભાર્ગવ પરીખ (સહ મંત્રી)
અજિત સોલંકી (ખજાનચી)
આ ઉપરાંત ક્લબ દ્વારા એક્ઝિક્યુટિવ સમિતિની પણ વરણી કરવામાં આવી છે જેમાં છ સભ્યોનો સમાવેશ થાય છે. GMCની એક્ઝિક્યુટિવ સમિતિ આ પ્રમાણે છેઃ
ધવલ ભરવાડ
યોગેશ ચાવડા
મદન મેનન
હિમાંશુ ઉપાધ્યાય
ઋતમ વોરા
અલકેશ પટેલ
ગુજરાત મીડિયા ક્લબ રાજ્યમાં 20 કરતાં વધુ વર્ષથી સક્રિય છે અને પ્રતિવર્ષ વિવિધ કાર્યક્રમો દ્વારા પત્રકારો તેમજ કોર્પોરેટ પીઆર સાથે સંકળાયેલા લોકોને એક મંચ પર લાવવાનું કાર્ય કરે છે. ક્લબ દ્વારા સમયાંતરે વિવિધ ક્ષેત્રના વર્કશોપ તેમજ તાલીમ કાર્યક્રમોનું પણ આયોજન થાય છે. ક્લબના સભ્યોની આરોગ્ય ચકાસણી માટે પ્રતિવર્ષ શહેરની વિવિધ પ્રતિષ્ઠિત હોસ્પિટલમાં વ્યવસ્થા કરવામાં આવે છે.
જીએમસીનું સૌથી ઉમદા કાર્ય કોઈ પત્રકાર ફરજ દરમિયાન મૃત્યુ પામે ત્યારે તેમના પરિવારને આર્થિક મદદ પહોંચાડવાનું છે. આ માટે વિશેષ ભંડોળ સ્થાપવામાં આવ્યું છે અને અત્યાર સુધીમાં અનેક આવા પરિવારોને આર્થિક ટેકો પૂરો પાડવામાં આવ્યો છે જેમના પરિવારના સભ્ય જે પત્રકારત્વ ક્ષેત્રમાં હોય તેમનું આકસ્મિક નિધન થયું હોય.
આ પણ વાંચોઃ ભારતની આગામી પેઢીના વીએફએક્સ કલાકારોને તૈયાર કરવા માટે WAFX સેમિનાર સિરીઝનો પ્રારંભ
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD