ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત: GETCOમાં ભરતી મુદ્દે MDની અવડચંડાઇ, ગાંધીનગરમાં ભડકો કરાવશે!

  • વડોદરામાં ઉમેદવારોએ જેટકોના MD સાથે મુલાકાત કરી
  • પોલ ટેસ્ટ આપ્યા બાદ ગાંધીનગરમાં આંદોલન થશે – ઉમેદવારો
  • ઉમેદવારો પરિવાર સાથે ગાંધીનગરમાં જઈને આંદોલનને કરશે

ગુજરાતમાં GETCOમાં ભરતી મુદ્દે MDની અવડચંડાઇ સામે આવી છે. જેમાં ગાંધીનગરમાં ભડકો કરાવશે. ત્યારે વડોદરામાં જેટકો ભરતી રદ્દનો વિવાદ વકર્યો છે. તેમાં જેટકોના એમડીએ પોલ ટેસ્ટ અને લેખિત પરીક્ષા લેવાનું જાણાવ્યું છે. તેથી પોલ ટેસ્ટ આપ્યા બાદ ગાંધીનગરમાં આંદોલન થશે.

આ પણ વાંચો: BRTS બસ અકસ્માત બાદ સુરત મનપા તંત્ર જાગ્યુ, લીધો મોટો નિર્ણય 

વડોદરામાં ઉમેદવારોએ જેટકોના MD સાથે મુલાકાત કરી

ઉમેદવારોએ જણાવ્યું છે કે ઉર્જા મંત્રીનો વિરોધ કરવામાં આવશે. જેટકોની વિદ્યુત સહાયક ભરતી રદ્દ થવાનો મામલો શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. જ્યાં એક તરફ જેટકો દ્વારા પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી છે. ત્યાં બીજી તરફ વડોદરામાં ઉમેદવારોએ જેટકોના MD સાથે મુલાકાત કરી છે અને MDએ માંગણી ન સ્વીકારતા આંદોલનની ચીમકી આપી છે. આ અંગે જેટકોના એમ.ડી એ પોલ ટેસ્ટ અને લેખિત પરીક્ષા લેવાશે જ તેમ જણાવ્યું છે. જ્યાં ઉમેદવારો દ્વારા ફરી એકવાર પોલ ટેસ્ટ આપશે પરંતુ બાદમાં લેખિત પરીક્ષા નહીં આપવાની વાત કરી છે. ઉમેદવારોએ પોતાની રજૂઆત જેટકોના જનરલ મેનેજર એચ. આર. જે. ટી. રાયને સંભળાવી હતી.

આ પણ વાંચો: ગુજરાતમાં સરકારી નોકરીના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી 

ગાંધીનગરમાં જઈને આંદોલનને આગળ વધારશે તેવી ચીમકી ઉચ્ચારી

જ્યારે રજૂઆત બાદ ઉમેદવારોને જવાબ આપતા જણાવ્યું હતું કે, જેટકો પોતાના પરીક્ષા લેવાના નિર્ણય પર અડગ છે. જે બાદ ઉમેદવારો જેટકો ઓફિસથી રવાના થયા હતા. સાથે જ પરિવાર સાથે ગાંધીનગરમાં જઈને આંદોલનને આગળ વધારશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

જાણો શું હતી સમગ્ર ઘટના:

હાલમાં જેટકો દ્વારા વિદ્યુત સહાયક (ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ)ની ભરતીપ્રક્રિયા બે તબક્કામાં હાથ ધરવામાં આવી હતી. જેમાં ટેસ્ટ વિવિધ વર્તુળ કચેરીઓએ 6 માર્ચ 2023થી 13 માર્ચ 2023 તથા લેખિત પરીક્ષા 9 સપ્ટેમ્બર 2023ના રોજ યોજાઈ હતી. કેટલાક ઉમેદવારે વડોદરા ખાતેની જેટકો કચેરીને રજૂઆત કરી હતી કે રાજકોટ, ભરૂચ અને મહેસાણા ઝોન હેઠળની વર્તુળ કચેરીઓ ખાતે યોજવામાં આવેલી પોલ ટેસ્ટની પ્રક્રિયામાં જીયુવીએનએલ તેમજ જેટકો દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાને અનુસરવામાં આવી નથી. જેટકો દ્વારા યોજાયેલી તપાસ સમિતિના રિપોર્ટમાં ચોંકાવનારી વિગતો સપાટી પર આવી હતી. જેથી હકીકતોને ધ્યાનમાં રાખી રાજકોટ, ભરૂચ અને મહેસાણા ઝોન હેઠળની વર્તુળ કચેરીઓ હેઠળના ઉમેદવારોને અન્યાય ના થાય કે અસંતોષની લાગણી ના ઉદભવે તેમજ સક્ષમ અધિકારીની સૂચનાને ધ્યાનમાં રાખી રાજકોટ, ભરૂચ અને મહેસાણા ઝોન હેઠળની સમગ્ર ભરતી પ્રક્રિયા રદબાતલ જાહેર કરવામાં આવી હતી.

Back to top button