ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાત: નીટ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર અને વચેટિયો બાંસવાડાથી ઝડપાયા

  • વિદ્યાર્થીઓ પાસે દશ લાખ રૂપિયા લઈ મેરીટ માર્ક્સ સાથે પાસ કરાવવાનું ષડયંત્ર
  • આરોપીઓની પંચમહાલ એલસીબી ટીમે રાજસ્થાનના બાંસવાડામાંથી ધરપકડ કરી
  • કૌભાંડમાં અગાઉ વડોદરાના પરશુરામ રોયની ધરપકડ થઇ હતી

નીટ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર અને વચેટિયો બાંસવાડાથી ઝડપાયા છે. જેમાં વિદ્યાર્થીઓ પાસે દશ લાખ રૂપિયા લઈ પાસ કરાવવાનું ષડ્યંત્ર રચ્યુ હતુ. બંને આરોપીઓને હ્યુમનસોર્સ અને ટેકનિકલ સર્વેન્સના માધ્યમથી ઝડપી લીધા છે. તેમાં 16 જેટલા વિદ્યાર્થીઓને રૂપિયા લઇ મેરીટ માર્ક્સ સાથે પાસ કરી આપવાનું ષડ્યંત્ર હતુ.

આ પણ વાંચો: અમદાવાદ: રેલવેમાં ગેરકાયદે હેરફેર થતાં પકડાયેલા 13 કિલો સોના પર GST લાગશે 

વિદ્યાર્થીઓ પાસે દશ લાખ રૂપિયા લઈ મેરીટ માર્ક્સ સાથે પાસ કરાવવાનું ષડયંત્ર

ધોરણ 12 પછી મેડિકલ પ્રવેશ માટેની નીટ પરીક્ષામાં વિદ્યાર્થીઓ પાસે દશ લાખ રૂપિયા લઈ મેરીટ માર્ક્સ સાથે પાસ કરાવવાના ષડયંત્રના મુખ્ય સૂત્રધાર વડોદરાના તુષાર ભટ્ટ અને નાણાંકીય વ્યવહાર કરનાર ગોધરાના વચેટિયો આરીફ્ વોરાની પંચમહાલ એલસીબી ટીમે રાજસ્થાનના બાંસવાડામાંથી ધરપકડ કરી છે. આ સાથે આ કૌભાંડમાં અગાઉ વડોદરાના પરશુરામ રોયની ધરપકડ થઇ હતી. આમ હવે કુલ ત્રણ આરોપીઓની ધરપકડ થઇ છે.

પૂછપરછ અને તપાસ માટે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરાશે

તુષાર ભટ્ટ અને આરીફ વોરા વાસંવાડાથી કાર મારફ્તે અન્ય સ્થળે ભાગી જવાની પેરવી પૂર્વે જ ઝડપાયા હતા. પોલીસે કાર સાથે બંને આરોપીઓને હ્યુમનસોર્સ અને ટેકનિકલ સર્વેન્સના માધ્યમથી ઝડપી લીધા છે. ઝડપાયેલા બંને આરોપીઓને સોમવારે ગોધરા કોર્ટમાં રજૂ કરી વધુ પૂછપરછ અને તપાસ માટે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી માટે રજૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે દશ દિવસના રિમાન્ડ ઉપર હાલ પરશુરામ રોય છે જેની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી છે.

દસ લાખ રૂપિયા લઇ મેરીટ માર્ક્સ સાથે પાસ કરી આપવાનું એક સુવ્યવસ્થિત આયોજન

તા.5 મે ના રોજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની મેડીકલ માટે પ્રવેશ પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં16 જેટલા વિદ્યાર્થીઓને ગોધરા અને થર્મલ પરીક્ષા કેન્દ્રમાં એક વિદ્યાર્થી દીઠ દસ લાખ રૂપિયા લઇ મેરીટ માર્ક્સ સાથે પાસ કરી આપવાનું એક સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળામાં ફરજ બતાવતાં અને નીટ એક્ઝામમાં સેન્ટરના આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડેટ તરીકેની ભૂમિકા ભજવતાં તુષાર ભટ્ટ અને વડોદરા ખાતે આવેલી રોય ઓવરર્સીસના સંચાલક પરશુરામ રોયની મહત્વની ભૂમિકા હતી. જયારે ગોધરાના આરીફ્ વોરા દ્વારા તુષાર ભટ્ટ સાથે ઉક્ત બાબતે સાત લાખનો નાણાંકીય વ્યવહાર પણ કરવામાં આવ્યો હતો.

Back to top button