ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત: ચેરિટેબલ ટ્રસ્ટની આડમાં કેટલાક લોકો દ્વારા મોટાપાયે ગેરરીતી, 80 જીના સર્ટિફિકેટ પર ITની લગામ

Text To Speech
  • ટ્રસ્ટીઓ જરૂરી પુરાવા રજૂ કરવામાં અસમર્થ રહેતા આઈટીએ સપાટો બોલાવ્યો
  • 80 જીના સર્ટિફિકેટ જ રદ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો
  • ટ્રસ્ટના નામે નાણાની હેરફેર કરવાનો વેપલો મોટા પાયે થતો

ગુજરાતમાં ચેરિટેબલ ટ્રસ્ટની આડમાં કેટલાક લોકો દ્વારા મોટાપાયે ગેરરીતી કરી રહ્યાં છે. તેથી 80 જીના સર્ટિફિકેટ પર ITની લગામ છે. જેમાં પૂરતા પુરાવા રજૂ નહીં કરનાર અનેક ટ્રસ્ટના સર્ટિફિકેટ રદ કરી દેવાયા છે. ટ્રસ્ટીઓ જરૂરી પુરાવા રજૂ કરવામાં અસમર્થ રહેતા આઈટીએ સપાટો બોલાવ્યો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત, હવામાન વિભાગે આપ્યું 2 દિવસનું યલો અલર્ટ

80 જીના સર્ટિફિકેટ જ રદ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો

ચેરિટેબલ ટ્રસ્ટને આપવામાં આવતા 80 જીના સર્ટિફિકેટ માટે ઇન્કમટેક્સ વિભાગે કડક નિયમોનું પાલન કરવામાં આવતા અનેકને 80 જીના સર્ટિફિકેટ જ રદ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યારે 10 વર્ષ કરતા વધુ સમયથી કાર્યરત હોય તેવા ટ્રસ્ટને પુરતા પુરાવા રજૂ કરવા માટે અલ્ટીમેટમ આપ્યુ હોવાની વિગતો જાણવા મળી છે. ચેરિટેબલ ટ્રસ્ટની આડમાં કેટલાક લોકો દ્વારા મોટાપાયે ગેરરીતી કરવામાં આવતી હોવાનું ઇન્કમટેક્સની તપાસમાં બહાર આવ્યુ હતુ. તેના કારણે તમામ ટ્રસ્ટને 80 જીનું સર્ટિફિકેટ જોઇતું હોય તો પુરતા પુરાવા રજૂ કરવા ઉપરાંત ઓડિટ સાથેનું રિટર્ન દર્શાવવા માટે જણાવવામાં આવ્યું હતું. તે પૈકી અનેક ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા પુરતા પુરાવા રજૂ કરવામાં આવ્યા નહીં હોવાના કારણે ઇન્કમટેક્સ વિભાગે એક ઝાટકે મોટી સંખ્યામાં ટ્રસ્ટને 80 જીના સર્ટિફિકેટ આપવાનુ માંડવાળ રાખ્યું છે.

ટ્રસ્ટના નામે નાણાની હેરફેર કરવાનો વેપલો મોટા પાયે થતો

અત્રે ઉલ્લેખનીય છે કે અનેક લોકો દ્વારા ટ્રસ્ટના નામે નાણાની હેરફેર કરવાનો વેપલો મોટા પાયે કરવામાં આવતો હોય છે. તેમાં પણ ચૂંટણીમાં તેનો મોટાપાયે ગેરરીતિ આચરવા માટે વપરાશ થતો હોવાનું ઇન્કમટેક્સની તપાસમાં બહાર આવ્યા બાદ ટ્રસ્ટને આપવામાં આવતા 80 જીના સર્ટિફિકેટમાં અનેક ચોકસાઇ રખાઈ રહી છે.

Back to top button